હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને મેરેજ સર્ટિફિકેટ જેવી 100 સર્વિસની થશે હોમ ડિલિવરી!

હવે સરકારી ઓફિસોની લાંબી લાઇનોથી મળશે છૂટકારો 

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને મેરેજ સર્ટિફિકેટ જેવી 100 સર્વિસની થશે હોમ ડિલિવરી!

નવી દિલ્હી : ઓગસ્ટ મહિનો દિલ્હીની જનતા માટે ખુશખબર લઈને આવશે. હવે ઓગસ્ટ મહિનાથી સરકારી ઓફિસોમાં લાંબી લાઇનોમાં નહીં ઉભું રહેવું પડે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ જાતિ પ્રમાણપત્ર જેવી 100 જેટલી સરકારી સર્વિસની હોમ ડિલિવરી કરવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વડપણમાં યોજાયેલી દિલ્હી કેબિનેટની બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. 

આમ આદમી પાર્ટી સરકારની મહત્વાકાંક્ષી ડોર સ્ટેપ સર્વિસ યોજના આવતા મહિને શરૂ થઈ જશે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ કેબિનેટમાં યોજાયેલા આ નિર્ણય વિશે માહિતી આપી છે કે પસંદગીની કંપનીઓને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં કેબિનેટે ડોર સ્ટેપ યોજનાને મંજૂરી આપીને 40 પ્રકારની સુવિધાઓે શામેલ કરી હતી. હવે એમાં બીજી 30 સર્વિસ જોડવામાં આવી છે અને ટૂંક સમયમાં બીજી 30 સર્વિસનો ઉમેરો કરવામાં આવશે. હવે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ માટે લોકોએ સરકારી ઓફિસના ચક્કર નહીં કાપવા પડે. 

યોજના પ્રમાણે એજન્સીઓની મદદથી મોબાઇલ સહાયક બનાવવામાં આવશે અને એક કોલ સેન્ટર ડેવલપ કરવામાં આવશે. અરજદારે કોલ સેન્ટરમાં ફોન કરીાને પોતાની બેસિક વિગતો આપવી પડશે અને પછી તેમને જરૂરી ડોક્યમેન્ટ્સની વિગતો જણાવવામાં આવશે. આ પછી મોબાઇલ સહાયક અરજદારને ફોન કરીને મીટિંગ ફિક્સ કરશે. જોકે. ડ્રાઇવિંગ લાઇસન્સના મામલામાં અરજદારે એકવાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે MLO ઓફિસ જવું પડશે. શરૂઆતમાં લગભગ 300 મોબાઇલ સહાયક રાખવામાં આવશે અને આ તમામનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. આ મોબાઇલ સહાયક જ પ્રિન્ટિંગ સર્ટિફિકેટથી માંડીને હોમ ડિલિવરી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news