દિલ્હી સીલિંગ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી, કોર્ટમાં હાજર થશે મનોજ તિવારી

દિલ્હીમાં ગેરકાયદેસર બાંધકામને સીલ કરવાની કાર્યવાહી કોર્ટના આદેશ પર થઇ રહી છે. તિવારીની દલીલ છે કે સિલિંગ કમિટીની કાર્યવાહી ગેરકાયદેસર હતી

દિલ્હી સીલિંગ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી, કોર્ટમાં હાજર થશે મનોજ તિવારી

નવી દિલ્હી: દિલ્હીના ગોકલપુર થાણામાં એક ઘરથી મહાનગરપાલિકાનું સીલ તોડવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ મગન બી લોકુરની અધ્યક્ષતામાં પીઠ સમક્ષ આજે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી હાજર થશે.

મનોજ તિવારી પર એક ઇમારતમાં સીલિંગ તોડવાનો આરોપ છે. દિલ્હીમાં ગેરકાયદેસર બાંધકામને સીલ કરવાની કાર્યવાહી કોર્ટના આદેશ પર થઇ રહી છે. તિવારીની દલીલ છે કે સિલિંગ કમિટીની કાર્યવાહી ગેરકાયદેસર હતી. આ પહેલા મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખળ હલફનામામાં કહ્યું હતું કે તેમની સામે કોર્ટની અવગણનાનો મામલો બનતો નથી, કેમકે તેમણે કોર્ટની અવગણાના કરી નથી. આ આમલે મોનિટરિંગ કમિટિના નિર્દેશને કોઇ લેવા દેવા ન હતું. તેના માટે તે માફી માંગસે નહીં. વધુમાં તિવારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ તેમની મોનિટરિંગ કમીટીને ભંગ કરવા અને તેઓ પોતાને સિલિંગ ઓફિસર જણાવતા હતા.

મનોજ તિવારીએ કહ્યું હતું કે તેમાં પૂર્વ દિલ્હી નગર નિગમે ગેરકાયદેસર કામ કર્યું છે અને ખબર નહીં શું કારણ છે કે મોનિટરિંગ કમિટી ઓખલા, જામિયા, શાહીન બાગ, નૂર નગર અને જૌહરી ફાર્મ્સ જેવા વિસ્તારમાં કોઇ સિલિંગ કરી રહ્યા ન હતા, જ્યારે ત્યાં પાંચથી સાત માળની બિલ્ડિંગ બનેલી છે. દિલ્હીના લોકોને રાહત આપવા અને કાયદાનું રાજ સ્થાપિત કરવા માટે સિલિંગ ઓફિસર બનવા તૈયાર થયો હતો. ઉલ્લેખનિય છે કે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીની સામે ગોકલપુરી થાણામાં એક ઘરથી એમસીડીનું સીલ તોડવાનો આરોપમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે. મનોજ તિવારીની સામે એમસીડીના અધિકારી દ્વારા ફરિયાદ કર્યા બાદ આઇપીસી કલમ 188, 461 અને 465 ડીએમસી એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે 16 સપ્ટેમ્બરે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ ગોકલપુરમાં એક મકાનમાં પૂર્વી દિલ્હી નગર નિગમ દ્વારા લગાવામાં આવેલ સીલ તોડી દીધું હતું. મનોજ તિવારી તેમના લોકસભા ક્ષેત્રમાં રોડનું ઉદ્ધાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તયારે લોકોએ તેનો ઘેરાવો  સિલિગથી છુટકારો આપવાવાની માંગ કરી હતી. લોકોના તેમને એખ મકાન બતાવ્યું જેના પર પૂર્વ નિગમની તરફથી સીલ મારવામાં આવ્યું હતું. ભાજપ નેતાએ તાત્કાલીત એક ઇંટ ઉઠાવીને મકાનનુ સીલ તોડી દીધું હતું. જે મકાન પર સીલ મારેલું હતું, તે એક નિવાસી ઘર હતું. થોડા સમય પહેલા નિગમની તરફથી આ મકાનને ગેરકાયદેસર બાંધકામને સીલ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news