સગા મામાએ 14 વર્ષની ભાણી સાથે આચર્યુ દુષ્કર્મ, સુરતમાં એક અઠવાડિયા ચોથી બળાત્કારની ઘટના

લીંબાયતમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના આગાઉ પણ સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Updated By: Oct 30, 2018, 12:52 PM IST
સગા મામાએ 14 વર્ષની ભાણી સાથે આચર્યુ દુષ્કર્મ, સુરતમાં એક અઠવાડિયા ચોથી બળાત્કારની ઘટના
પ્રતિકાત્મક તસવીર

સુરત: સુરતના સરથાણામાં ફરી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સુરતના સરથાણામાં સગા મામાએ 14 વર્ષની ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પરિવારજનો નિંદ્રામાં હતા તે દરમિયાન સગા મામાએ ભાણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ સગીરાએ સમગ્ર ઘટના તેની માતાને જણાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લીધે પીડિતાને સ્મિમેર હોસ્પિટલ મેડિકલ માટે મોકલાઇ હતી. તો બીજી બાજુ પોલીસે આરોપી મામાની અટકાયત કરી સઘન તપાસ હાથ ધરી છે.

સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનાં લીંબાયતમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના બની હતી. સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

લંપટ : સુરતમાં ફરી સાધુની કામલીલાનો પર્દાફાશ, સ્વામીનારાયણ મંદિરના મહંતે ગુજાર્યો બળાત્કાર

લીંબાયતમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના આગાઉ પણ સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સબંધ બાંધ્યો હતો. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે લંપટસ્વામીની અટકાયત કરી છે.

સુરત: 8 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું અપહરણ, દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારજનોનો આરોપ