આ રાજ્યોમાં ચક્રવાતના તાંડવનું એલર્ટ, આગામી 12 કલાકમાં ત્રાટકવાની આગાહી
તમિલનાડુ અને પુડુચેરી કિનારા, કોમોરિન વિસ્તાર, મન્નારની ખાડી અને કેરળનાં કિનારાઓ પર 30-40 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હવા ચાલી શકે છે
Trending Photos
ચેન્નાઇ : ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે (27 એપ્રીલ)નાં રોજ કહ્યું કે, હિંદ મહાસાગર અને દક્ષિણપુર્વ બંગાળની ખાડીમાં બનેલું દબાણ ધરાવતું ક્ષેત્ર ઘેરુ થઇ ગયું છે અને તે ઉત્તરપશ્ચિમની તરફથ આગળ વધી ગયા છે. વિભાગે કહ્યું કે, આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી તોફાન અને પછી પ્રચંડ ચક્રવાતી તોફાનમાં પરિવર્તન થવાની આશંકા છે. તેણે માછીમારોને રવિવારે સમુદ્રમાં નહી જવા માટેની સલાહ આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, પૂર્વ ભુમધ્યરેખીય હિંદ મહાસાગર અને તેની સાથે જોડાયેલા દક્ષિણપુર્વી બંગાળની ખાડીમાં દબાણવાળા ક્ષેત્ર ઉત્તર પશ્ચિમની તરફ વધી ગયું અને તે ઉંડા દબાણવાળા ક્ષેત્રમાં પરિવર્તિત થઇ ચુક્યું છે.
આઇએમડીએ કહ્યું કે, આગામી 12 કલાકમાં તેનાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તન લાવવા અને ત્યાર બાદ આગામી 24 કલાકમાં પ્રચંડ ચક્રવાત તોફાનમાં બદલાની આશંકા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે 80-90 કિલોમીટર પ્રતિકલાકથી 100 કિલોમીટર પ્રતિકલાકની રફતારથી હવા ચાલી શકે છે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠી શકે છે.
વિભાગના અનુસાર તમિલનાડુ અને પુડુચેરીના કિનારા, કોમોરિન વિસ્તાર, મન્નારની ખાડી અને કેરળનાં કિનારાઓ પર 30-40 કિલોમીટર પ્રતિકલાકથી 50 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હવા ચાલી શકે છે. હવામાને પોતાની ચેતવણીમાં કહ્યું કે, માછીમારોને આ વિસ્તારમાં નહી જવા માટેની સલાહ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે