આજે દેવ દિવાળી, કાશીમાં 12 લાખ દીવડાઓથી ઝગમગ થશે ઘાટ, 70 દેશના રાજદૂત જોશે નજારો
કાશીના અર્ધચંદ્રાકાર ઘાટ પર જ્યારે દીવડાઓની માળાઓ સજે છે ત્યારે એવું લાગે છે કે જાણે રોશનીથી ઝગમગ હારથી માતા ગંગાનો શ્રૃંગાર થયો. આ અદભૂત દ્રશ્ય જોઈને એવું લાગે કે જાણે આસમાનથી તારા જમીન પર ઉતરી આવી ગયા છે. આ આલૌકિક દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાનો અહીં આવે છે.
Trending Photos
કાશીના અર્ધચંદ્રાકાર ઘાટ પર જ્યારે દીવડાઓની માળાઓ સજે છે ત્યારે એવું લાગે છે કે જાણે રોશનીથી ઝગમગ હારથી માતા ગંગાનો શ્રૃંગાર થયો. આ અદભૂત દ્રશ્ય જોઈને એવું લાગે કે જાણે આસમાનથી તારા જમીન પર ઉતરી આવી ગયા છે. આ આલૌકિક દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાનો અહીં આવે છે. આ નજારો આજે 27 નવેમ્બરે જોવા મળશે જ્યારે ભગવાન દેવ પોતે દિવાળી મનાવવા માટે સ્વર્ગથી કાશીના ઘાટો પર ઉતરશે.
ઉત્તરવાહિની ગંગાના તટ પર 85 ઘાટોની શ્રૃંખલા પર આ વર્ષે યોગી સરકાર તરફથી 12 લાખ અને જન ભાગીદારીથી મળીને કુલ લગભગ 12 લાખથી વધુ દીવડાઓ કાશીવાસી ઘાટો, કૂંડો, તળાવો અને સરોવરો પર પ્રગટાવશે. ગંગા પાર રેત ઉપર પણ દીવડા રોશન થશે. કાશીના ઘાટોના આ અદભૂત દ્રશ્યો જોવા માટે દેશ વિદેશથી પર્યટકો કાશી આવે છે. કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ બાદ પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે.
દેવ દિવાળી પર હોટલ, ગેસ્ટ હાઉસ, નાવ, બોટ તથા ક્રૂઝ વગેરે પહેલેથી બુક અને ફૂલ થઈ ચૂક્યા છે. યોગી સરકાર ચેત સિંહ ઘાટ પર લેઝર શો કરાવશે. કાશીના ઘાટોના કિનારે સદીઓથી ઊભેલી ઐતિહાસિક ઈમારતો પર ધર્મની કહાની લેઝર શોના માધ્યમથી જીવંત થતી જોવા મળશે. પર્યટક ગંગા પર રેત પર મહાદેવ શિવના ભજનો સાથે ક્રેકર્સ શોનો પણ આનંદ લઈ શકશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરને વિશાખાપટ્ટનમના એક ભક્ત દ્વારા 11 ટન ફૂલોથી સજાવવામાં આવી રહ્યું છે. ગંગા દ્વાર પર લેઝર શોના માધ્યમથી શ્રી કાશી વિશ્વનાથ ધામ પર આધારિત કાશીનું મહત્વ અને કોરિડોરના નિર્માણ સંબંધિત જાણકારી લેઝર શોના માધ્યમથી દેખાડવામાં આવશે.
દેવ દિવાળી રંગોળી, ફસાડ લાઈડ તથા ઝાલરોથી સજાવટ કરાઈ છે. પર્યટકોની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. ડ્રોન ઉડાણ પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી છે. જિલ્લાની સરહદ ઉપર પણ ચોક્કસાઈ રાખવામાં આવી છે. ઘાટો પર વોચ ટાવરથી નિગરાણી રખાશે. પર્યટકોની ભારે સંખ્યા જોતા હોસ્પિટલોમાં બેડ રિઝર્વ કરીને ચિકિત્સકોની ટીમને એલર્ટ રાખવામાં આવી છે. ગંગામાં ફ્લોટિંગ ડિવાઈડર બનાવવામાં આવશે.
વિશ્ વિખ્યાત દેવ દિવાળીના સાક્ષી બનવા માટે 70 દેશોના રાજદૂત પણ કાશી આવશે. આ સાથે જ 150 વિદેશી ડેલિગેટ્સ અને પરિજનો પણ દેવ દિવાળીનો ભવ્ય નજારો જોશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં તમામ મહેમાન દેવ દિવાળીના આ અવિસ્મરણિય પળોનો સાક્ષી બનશે.
મહેમાનો બપોર બાદ એરપોર્ટથી નમો ઘાટ જશે. અહીં ક્રૂઝ પર સવાર થઈને દેવ દિવાળીના ભવ્ય નજારાને જોશે. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર મહેમાનોનું સ્વાગત થશે. અહીં એરપોર્ટ સહિત વિવિધ સ્થળો પર લોક કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરશે. સ્વાગત માટે રસ્તાઓ અને ચાર રસ્તા સજાવવામાં આવી રહ્યા છે. વિદેશી મહેમાન લેઝર અને ક્રેકર શોની પણ મજા માણશે. ક્રૂઝ પર મહેમાન બનારસી ખાણીપીણી અને કુલ્હડવાળી ચાની પણ મજા માણશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે