આજથી રામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું, મોડી રાતથી જ ભક્તોએ લગાવી લાંબી લાઈનો, શ્રદ્ધાળુઓની ભારે ભીડ
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામમાં પ્રભુ શ્રીરામના દર્શન કરનારાઓનો જાણે સૈલાબ આવી ગયો છે. અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તો કોઈને કોઈ રીતે જલદી મંદિર પહોંચીને ભગવાન શ્રીરામના દર્શન કરવા માંગે છે.
Trending Photos
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામમાં પ્રભુ શ્રીરામના દર્શન કરનારાઓનો જાણે સૈલાબ આવી ગયો છે. અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તો કોઈને કોઈ રીતે જલદી મંદિર પહોંચીને ભગવાન શ્રીરામના દર્શન કરવા માંગે છે. આજે સવારથી જ શ્રીરામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS
— ANI (@ANI) January 23, 2024
રામ મંદિરના મુખ્ય દ્વાર બહાર મોડી રાતથી ભક્તોની લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ. 2 વાગ્યાથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા. ભીડમાં રહેલા લોકો ગેટ સામે જય શ્રી રામના નારા લગાવીને મંદિરની અંદર દાખલ થઈ રહ્યા છે. દેશભરથી શ્રદ્ધાળુઓના ઉમટવાનો ક્રમ ચાલુ છે. આ સાથે જ અયોધ્યાના સ્થાનિકો પણ દર્શન અને પૂજા માટે રામ મંદિર પહોંચી રહ્યા છે. બધાની ઈચ્છા છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી સવારે તેઓ દર્શન કરે અને રામલલ્લાની પૂજા કરે.
#WATCH | Uttar Pradesh: Devotees gathered at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony in Ayodhya. pic.twitter.com/ne925o7m7t
— ANI (@ANI) January 23, 2024
મળતી માહિતી મુજબ ભક્તોની ભારી ભીડના પગલે અયોધ્યામાં હોટલ-લોજ ફૂલ થઈ ગયા છે. અનેક હોટલોએ રૂમના ભાડા વધારી દીધા છે. બે અઠવાડિયા પહેલેથી જ લોકોએ 23 જાન્યુઆરી અને તેની આગળની તારીખો માટે 80 ટકાથી વધુ રૂમ બુક કરી લીધા હતા.
અંદરથી કઇક આવું દેખાય છે ભગવાન શ્રી રામનું મંદિર, ઘરે બેઠા જ કરો દર્શન #shorts #ayodhya #RamLallaVirajman #RamMandirPranPrathistha #PranPratistha #RamMandirAyodhya #AyodhyaRamMandirPuja #AyodhyaMandir #ZEE24Kalak pic.twitter.com/WfsdY1rG5c
— Zee 24 Kalak (@Zee24Kalak) January 22, 2024
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે