અસમ: દેશના સૌથી લાંબા રેલ-રોડ પુલનું ઉદ્ધાટન કરશે પીએમ મોદી, 10 કલાક જેટલો સમય બચશે
Trending Photos
બોગીબીલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બોગીબીલ પુલ પરથી પસાર થનારી પહેલી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને દેશના સૌથી લાંબા આ રેલ રોડ પુલનું લોકાર્પણ કરશે. પીએમ મોદી, સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાઠ પર આ બોગીબીલ પુલ પર અવરજવર શરૂ કરશે. આ દિવસ કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે. કુલ 4.9 કિલોમીટર લાંબા આ પુલની મદદથી આસામના તિનસુકિયાથી અરુણચલ પ્રદેશના નાહરલગુન કસ્બા સુધી રેલ મુસાફરીમાં લાગતા સમયમાં 10 કલાકથી વધુનો ઘટાડો થાય તેવી આશા છે.
પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલવેના પ્રવક્તા નીતિન ભટ્ટાચાર્યે જણાવ્યું કે હાલના સમયમાં આ અંતરને પાર કરવામાં 15થી 20 કલાકનો સમય લાગે છે જેની સરખામણીમાં હવે સાડા પાંચ કલાકનો સમય થશે. આ અગાઉ મુસાફરોએ ટ્રેનો પણ બદલવી પડતી હતી.
કુલ 14 કોચવાળી આ ચેરકાર રેલગાડી તિનસુકિયાથી બપોરે રવાના થશે અને નાહરલગુનથી સવારે વાપસી કરશે. બોગીબીલ પુલ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ તટને અરુણાચલ પ્રદેશના સરહદી જિલ્લા ધૈમાજીમાં સિલાપાથરને જોડશે.
આ પુલ અને રેલ સેવા ધેમાજીના લોકો માટે ખુબ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. કારણ કે મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને એરપોર્ટ ડિબ્રુગઢમાં છે. તેનાથી ઈટાનગરના લોકોને પણ લાભ મળશે. કારણ કે આ વિસ્તાર નાહરલગુનથી માત્ર 15 કિલોમીટરના અંતરે છે.
એશિયાના બીજા સૌથી લાંબા રેલ રોડ પુલ બોગીબીલનું આયુષ્ય ઓછામાં ઓછું 120 વર્ષ છે. મોહિન્દર સિંહના જણાવ્યાં મુજબ બ્રહ્મપુત્ર નદી પર બનેલો આ પુલ 4.9 કિમી લાંબો પુલ છે જે દેશનો સૌથી પહેલો પૂર્ણ સ્વરૂપે જોડાયેલો પુલ છે. તેમણે જણાવ્યું કે આ પુલના નિર્માણમાં 5900 રૂપિયા ખર્ચ થયો છે. જેનું આયુષ્ય 120 વર્ષ છે. તેનાથી અસમથી અરુણાચલ પ્રદેશ વચ્ચે મુસાફરીનું અંતર ઘટીને ચાર કલાક રહી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે