અટલ સ્મૃતિ સ્થળ પર રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ વાજપેયીને અર્પી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સ્મારક આજે (મંગળવારે) રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર દેશને સમર્પિત કરવામાં આવશે. અટલ જયંતિના અવસર પર આ સ્મારકને દેશને સમર્પિત કરવા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા નેતા સ્મૃતિ સ્થળ પહોંચી ચૂક્યા છે.

અટલ સ્મૃતિ સ્થળ પર રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ વાજપેયીને અર્પી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું સ્મારક આજે (મંગળવારે) રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર દેશને સમર્પિત કરવામાં આવશે. અટલ જયંતિના અવસર પર આ સ્મારકને દેશને સમર્પિત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેંદ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણા નેતાઓએ પુષ્પ અર્પિત કરી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. 

સ્મૃતિ સ્થળ પર જાણિતા ગાયક પંકજ ઉદાસે ગીત ગાઇને વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અટલ બિહાર વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની સાવકી દિકરી નમિતા પણ પહોંચી હતી, તેમણે પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને કેબિનેટના ઘણા મંત્રીઓ પણ અહીં હાજર રહ્યા હતા.

Tributes to Atal Ji on his Jayanti. We reiterate our commitment towards creating the India he dreamt of. pic.twitter.com/CnD1NtQCWp

— Narendra Modi (@narendramodi) December 25, 2018

ટ્વિટર પર આપવામાં આવી શ્રદ્ધાંજલિ
આ પહેલાં વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ ટ્વિટ કરી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે આ વીડિયોમાં અટલની તસવીર, તેમની ખાસિયત અને રાજકીય જીવનની વાત કરી. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. 

'અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટી'ના અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેંદ્ર મોદી અને અન્ય જાણિતી હસ્તીઓ રાજઘાટની નજીક સ્મારક પર પ્રાર્થના સભામાં ભાગ લેશે. સોસાયટીએ જ તેમના સ્મારક 'સદૈવ અટલ'ને બનાવ્યું છે. 

એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર એક ખાલી જમીનને કેંદ્વીય આવાસ એન્ડ શહેરી વિકાસ મંત્રાલયે પુરી પાડી હતી. તેનું નિર્માણ કેંદ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબ્લ્યૂડી)એ 10.51 કરોડ રૂપિયાના ખર્ચે કરાવ્યું છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટનો ખર્ચ અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટીએ કર્યો. 

અધિકારી કહ્યું કે 'અટલના વિચાર અને દ્વષ્ટિકોણ દેશના લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. લોકોને આ મહાન હ અસ્તીને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં સહયોગ કરવા માટે સોસાયટીએ તેમની સમાધિને વિકસિત કરવાની પહેલ કરી. ભાજપના વરિષ્ઠ નેતા અને સોસાયટીના અધ્યક્ષ વિજય કુમાર મલ્હોત્રાએ જણાવ્યું કે સ્મારક દોઢ એકર જમીન પર ફેલાયેલું છે, જ્યાં 17 ઓગસ્ટના રોજ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news