G20 Summit: શું સરકારે જી20 પર બજેટ કરતા 300% વધુ પૈસા ખર્ચ કર્યા? કેન્દ્રએ વિપક્ષના આરોપોનો આપ્યો જવાબ

PIB Fact Check:  વિપક્ષ એવો આરોપ લગાવી રહ્યો છે કે જી20 સમિટના આયોજનમાં કેન્દ્ર સરકારે પહેલા જે ફાળવણી કરી હતી તેના કરતા 300 ટકા વધુ પૈસા ખર્ચ કર્યા. જો કે કેન્દ્ર સરકારે વિપક્ષના આ આરોપને ખોટા ગણાવતા જવાબ આપ્યો છે. સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે તે ખાસ જાણો

G20 Summit: શું સરકારે જી20 પર બજેટ કરતા 300% વધુ પૈસા ખર્ચ કર્યા? કેન્દ્રએ વિપક્ષના આરોપોનો આપ્યો જવાબ

G20 Summit 2023: દિલ્હીમાં જી20 સમિટનું સફળ આયોજન થયું. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ જી20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવ્યા. જી20 હેટળ ભારતે કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર  (India-Middle East-Europe Economic Corridor) જેવી મોટી જાહેરાત પણ થઈ. પરંતુ હવે વિપક્ષ એવો આરોપ લગાવી રહ્યો છે કે જી20 સમિટના આયોજનમાં કેન્દ્ર સરકારે પહેલા જે ફાળવણી કરી હતી તેના કરતા 300 ટકા વધુ પૈસા ખર્ચ કર્યા. જો કે કેન્દ્ર સરકારે વિપક્ષના આ આરોપને ખોટા ગણાવતા જવાબ આપ્યો છે. સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે તે ખાસ જાણો

ટીએમસી સાંસદનો શું છે આરોપ?
અત્રે જણાવવાનું કે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ ટ્વીટ કરીને  કહ્યું કે અવિશ્વસનીય! મોદી સરકારે G-20 પર બજેટમાં ફાળવણીની રકમથી 300 ટકા વધુ ખર્ચ કર્યો. સવાલ- ગત કેન્દ્રીય બજેટમાં G20 શિખર સંમેલન માટે કેટલી ફાળવણી કરવામાં આવી હતી? જવાબ-990 કરોડ રૂપિયા. સવાલ-મોદી સરકારે વાસ્તવમાં કેટલો ખર્ચ કર્યો? જવાબ- 4100 કરોડથી વધુ. આ બજેટ 300% કે 3110 કરોડ વધુ છે. આ પૈસા ક્યાં ગયા? ભાજપએ આ વધારાના 3110 કરોડ રૂપિયાની ચૂકવણી કેમ ન કરવી જોઈએ કારણ કે આ સ્પષ્ટ રીતે 2024 ની ચૂંટણી માટે પીએમ મોદીના સેલ્ફ એડવર્ટાઈઝમેન્ટ અને પર્સનલ પીઆર માટે બિનજરૂરી ખર્ચ હતો?

1 This claim is misleading

2 The quoted expenditure is majorly towards permanent asset creation by ITPO & other infrastructure development which is not limited to hosting G20 Summit alone pic.twitter.com/CRGkraJw3J

— PIB Fact Check (@PIBFactCheck) September 11, 2023

કેન્દ્ર સરકારનો જવાબ
આ આરોપો પર સરકારની ફેક્ટ ચેકિંગ ટીમ PIB એ ફેક્ટ ચેક કર્યું છે અને આરોપોને ગુમરાહ કરનારા ગણાવ્યા છે. પીઆઈબીના જણાવ્યાં મુજબ આ ખર્ચ ફક્ત શિખર સંમેલન માટે નહતો પરંતુ તેમાં લોંગ ટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એસ્ટ્સમાં રોકાણ પણ સામેલ હતું. 

કોંગ્રેસે પણ ઉઠાવ્યા હતા સવાલ
કોંગ્રેસે પણ એક વીડિયોમાં કહ્યું કે પીએમ મોદીને પોતાની છબી ચમકાવવા માટે લોકસભા ચૂંટણી પહેલા પોતાના પોસ્ટર લગાવવા માટે વધારાના પૈસા ખર્ચ કર્યા. શહેરના ગરીબોને કવર કરતા પીએમ મોદીએ મહેમાનો માટે ચાંદી અને સોનાના વરખવાળા ટેબલવેર સહિત ઉત્તમ વ્યવસ્થા કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news