10મા અને 12મા ધોરણની બાકી રહી ગયેલી પરીક્ષાઓ માટે CBSEએ તારીખો જાહેર કરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 10માં અને 12મા ધોરણની બાકી રહી ગયેલી બોર્ડની પરીક્ષાઓનું શિડ્યૂલ બહાર પાડી દીધુ છે. બોર્ડ તરફથી બહાર પાડવામાં આવેલા શિડ્યૂલ મુજબ 1-15 જુલાઈ વચ્ચે પરીક્ષા આયોજિત કરવામાં આવશે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, હિન્દી અને ઈંગ્લિશ સહિત અન્ય અનેક વિષયોની બાકી રહી ગયેલી પરીક્ષાઓનું આયોજન થશે. બોર્ડે પરીક્ષાનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો રાખ્યો છે. 
10મા અને 12મા ધોરણની બાકી રહી ગયેલી પરીક્ષાઓ માટે CBSEએ તારીખો જાહેર કરી

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 10માં અને 12મા ધોરણની બાકી રહી ગયેલી બોર્ડની પરીક્ષાઓનું શિડ્યૂલ બહાર પાડી દીધુ છે. બોર્ડ તરફથી બહાર પાડવામાં આવેલા શિડ્યૂલ મુજબ 1-15 જુલાઈ વચ્ચે પરીક્ષા આયોજિત કરવામાં આવશે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, હિન્દી અને ઈંગ્લિશ સહિત અન્ય અનેક વિષયોની બાકી રહી ગયેલી પરીક્ષાઓનું આયોજન થશે. બોર્ડે પરીક્ષાનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો રાખ્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) May 18, 2020

CBSE તરફથી બહાર પાડવામાં આવેલા નવા શિડ્યૂલ મુજબ 1 જુલાઈના રોજ હોમ સાયન્સ (દેશભરમાં), 2 જુલાઈના રોજ હિન્દી(દેશભરમાં), 3 જુલાઈના રોજ ફિઝિક્સ (નોર્થ ઈસ્ટ દિલ્હી), 4 જુલાઈના રોજ એકાઉન્ટન્સી (નોર્થ ઈસ્ટ દિલ્હી), 6 જુલાઈના રોજ કેમિસ્ટ્રી (નોર્થ ઈસ્ટ દિલ્હી), આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ 7 જુલાઈના રોજ કોમ્પ્યુટર સાયન્સ, ઈન્ફોર્મેશન ટેક સહિત અન્ય અનેક વિષયોના પેપર દેશભરમાં થશે. 8 જુલાઈના રોજ અંગ્રેજી ઈલેક્ટિવ N અને C, ઈંગ્લિશ કોર (નોર્થ ઈસ્ટ દિલ્હી), 9 જુલાઈના રોજ બિઝનેસ સ્ટડી (દેશભરમાં), 10 જુલાઈના રોજ (બાયો), અને 11 જુલાઈના રોજ જિયોગ્રાફી (દેશભરમાં)નું પેપર થશે. 

આ ઉપરાંત 13 જુલાઈના રોજ સમાજશાસ્ત્ર (દેશભરમાં), 14 જુલાઈના રોજ પોલિટિકલ સાયન્સ (નોર્થ ઈસ્ટ દિલ્હી), અને 15 જુલાઈના રોજ મેથ્સ, ઈકોનોમિક્સ, હિસ્ટ્રી, અને બાયોલોજી જેવા વિષયોના પેપર લેવામાં આવશે. 

બોર્ડ તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ એક્ઝામ હોલમાં તમામ વિદ્યાર્થીઓને પારદર્શક બોટલમાં સેનેટાઈઝર લઈ જવાની મંજૂરી રહેશે. આ સાથે જ વિદ્યાર્થીઓને પોતાનો ચહેરો, નાક અને મોઢું માસ્ક કે કપડાથી કવર કરવાનું જરૂરી રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને શરૂઆતની 15 મિનિટ પેપેર વાંચવાનો પણ સમય અપાશે. ત્યારબાદ તેમને 10.30 વાગ્યાથી પેપર શરૂ કરવાની મંજૂરી મળશે. 

આ ઉપરાંત 10મા ધોરણની બોર્ડની પરીક્ષાની પણ ડેટ શીટ બહાર પડી.

— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news