માત્ર 9 કિલો વજન, DRDO એ સેના માટે બનાવ્યું ખાસ સુરક્ષા કવચ
ડીઆરડીઓએ ગુરૂવારે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. આ લાઇટ વેટ બુલેટપ્રૂફ જેકેટને ડીઆરડીઓની કાનપુર સ્થિત DMSRDE (સંરક્ષણ સામગ્રી અને સ્ટોર્સ સંશોધન અને વિકાસ સ્થાપના) લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ જેકેટનો TBRL (ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબ) માં ટેસ્ટ સફળ રહ્યો છે અને આ BIS સ્ટાન્ડર્ડ પર ખરુ ઉતર્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ માત્ર 9 કિલોગ્રામ વજનનું બુલેકપ્રૂફ જેકેટ તૈયાર કર્યું છે. આ મીડિયમ સાઇઝના બુલેટપ્રૂફ જેકેટોના મુકાબલે આશરે 1.4 કિલોગ્રામ હલકુ છે. DRDO ની આ સફળતા એટલી મોટી છે તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે બુલેટપ્રૂફ જેકેટના વજનમાં થોડા ગ્રામનો ઘટાડો મોટી વાત હોય છે પરંતુ આ જેકેટ 1400 ગ્રામ સુધી હળવા છે. ભારત બુલેટપ્રૂફ જેકેટો માટે આયાત પર નિર્ભર છે જેથી દેશ ન માત્ર આ મામલામાં આત્મનિર્ભરતા તરફ વધશે પરંતુ ક્વોલિટી પણ સારી હશે.
ડીઆરડીઓએ ગુરૂવારે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. આ લાઇટ વેટ બુલેટપ્રૂફ જેકેટને ડીઆરડીઓની કાનપુર સ્થિત DMSRDE (સંરક્ષણ સામગ્રી અને સ્ટોર્સ સંશોધન અને વિકાસ સ્થાપના) લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ જેકેટનો TBRL (ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબ) માં ટેસ્ટ સફળ રહ્યો છે અને આ BIS સ્ટાન્ડર્ડ પર ખરુ ઉતર્યુ છે. ડીઆરડીઓએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, 9 કિલોગ્રામ વજનનું આ બુલેટપ્રૂફ જેકેટ ભારતીય સેનાની ક્વોલિટી સંબંધી જરૂરીયાતોને પૂરી કરશે.
The importance of this vital development lies in the fact that each gram of BPJ weight reduction is crucial in enhancing soldier comfort while ensuring the survivability. This technology reduces the weight of the medium sized BPJ from 10.4 kg to 9.0 kg.
— DRDO (@DRDO_India) April 1, 2021
ડીઆરડીઓએ પોતાના ટ્વીટમાં તે પણ જણાવ્યું કે, કેમ આ દેશી બુલેટપ્રૂફ જેકેટ આટલું મહત્વપૂર્ણ છે. હકીકતમાં કોઈ બુલેટપ્રૂફ જેકેટનું થોડુ વજન ઘટાડવું ખુબ મોટી વાત હોય છે. ઓચા વજનના જેકેટની માંગ વધુ હોય છે. ઓછા વજનના બુલેટપ્રૂફ જેકેટથી સૈનિકોની ક્ષમતા પણ વઠધે છે. જેકેટનું વજન જેટલું વધારે હશે, સૈનિકો માટે તેને પહેરીને કામ કરવું વધારે પડકારજનક હશે. સૈનિક જે હથિયારોથી લેસ હોય છે તેનું વજન અને સાથે પહેરેલા બુલેટપ્રૂફ જેકેટનું વજન ભાર વધારે છે. તેવામાં જો જેકેટનું વજન ઓછુ થાય તો સૈનિકો માટે સુવિધાજનક હશે. જેકેટ જેટલું આછા વજનનું હોય છે એટલી ઉચ્ચ ક્વોલિટી માનવામાં આવે છે.
સામાન્ય રીતે બુલેટપ્રૂફ જેકેટનું વજન 17 કિલોગ્રામ સુધી હોય છે. મીડિયમ સાઇઝ બુલેટપ્રૂફ જેકેટ 10.4 કિલોગ્રામનું હોય છે. ડીઆરડીઓએ જે જેકેટ બનાવ્યું છે તેનું વજન માત્ર 9 કિલોગ્રામ છે, એટલે કે તે સામાન્ય બુલેટપ્રૂફ જેકેટની તુલનામાં 1400 ગ્રામ હલકુ છું. તેનાથી ભારતીય સૈનિકોને ફાયદો મળશે. પરીક્ષણોમાં પાસ થયા બાદ ડીઆરડીઓ જલદી આ જેકેટનું નિર્માણ શરૂ કરી દેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે