ફરી ત્રાટકશે તોફાન ! કેમ અને ક્યાં? જાણવા કરો ક્લિક
હવામાનશાસ્ત્રીઓએ ઉત્તર ભારતમાં ફરી તોફાનની ચેતવણી આપી છે
Trending Photos
નવી દિલ્હી : હાલમાં આવેલા તોફાને યુપી અને રાજસ્થાનમાં જબરદસ્ત તબાહી મચાવી દીધી છે. શુક્રવારે હવામાન ખાતાએ ફરી ચેતવણી જાહેર કરીને લોકોને સતર્ક કર્યા છે અને કહ્યું છે કે આ તોફાન જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તબાહી મચાવી શકે છે. સિવાય હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, ઓડિસા અને કેરળમાં જોરદાર હવા ફુંકાઈ શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઈ શકે છે.
હવામાનશાસ્ત્રીઓએ તારણ પ્રમાણે ઠંડી હવા 'ડાઉનબસ્ટ'ના કારણે તોફાનમાં બદલાઈ ગઈ છે. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાક કે પછી એનાથી પણ વધારે ઝડપથી હવા ફૂંકાય છે. આમાં હવામાં માટીના કણો હોવાના કારણે ભારે તબાહી ફેલાઈ જાય છે. આવું સામાન્ય રીતે 40 ડિગ્રી કરતા વધારે તાપમાન ધરાવતા ગરમ પ્રદેશમાં જોવા મળે છે. આ દરમિયાન વિઝિબિલીટી શૂન્ય થઈ જાય છે અને નરી આંખે કંઈ દેખાતું નથી. આ હવા જ્યારે કોઈ દિવાલ કે બિલ્ડિંગ સાથે અથડાય છે ત્યારે તબાહી વધારે ભયંકર બની જાય.
#Thunderstorm warning from 5th May 2018 to 7th May 2018 (Source: India Meteorological Department) pic.twitter.com/jYEipdvhSP
— ANI (@ANI) May 4, 2018
નેશનલ જિયોગ્રાફિકમાં છપાયેલા સમાચાર પ્રમાણે હવામાનશાસ્ત્રીઓ જણાવે છે કે મોસમમાં આવે રહેલા આ પરિવર્તનનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે જેનું મુખ્ય કારણ પીગળતા ગ્લેશિયર, તપતી ધરતી, સમુદ્રસપાટીમાં વધારો, કપાઈ રહેલા જંગલો અને ફાટતા વાદળો છે. દુનિયામાં ચક્રવાત કે તોફાનની સંખ્યા પણ વધતી રહી છે.
ગરમીની ઋતુમાં નાના-નાના ધૂળની ડમરીઓ દેખાય છે જે ગોળાકાર સ્તંભ બનાવે છે. આ ડમરીઓ બહુ નાના વિસ્તારમાં તબાહી મચાવે છે જ્યારે તોફાનની અસર મોટા વિસ્તારમાં થાય છે. આ ડમરીઓ દરમિયાન હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફુંકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે