ગુજરાતના આ ગામને મહિલા દેસાઇએ અપાવી નોખી ઓળખ, તમામ સુવિધાઓથી છે સજ્જ

વિકાસનું બીજું નામ કહી શકાય તો સાબરકાઠાનું દરામલી. આ એક એવું ગામ છે જેની સરપંચની મહેનત બાદ કાયાપલટ થઇ ગઇ છે. હિંમતનગરથી અંબાજી હાઇવે પર આવેલા ઇડર તાલુકાનું દરામલી ગામ આજે ગુજરાતમાં પ્રખ્યાત થયું છે. 7 વર્ષ પહેલાં ચૂંટાઇને આવેલાં મહિલા સરપંચ હેતલ દેસાઇએ આ ગામને એક નવી ઓળખ આપી છે.

Updated By: May 4, 2018, 05:50 PM IST
ગુજરાતના આ ગામને મહિલા દેસાઇએ અપાવી નોખી ઓળખ, તમામ સુવિધાઓથી છે સજ્જ

દેવ ગોસ્વામી, સાબરકાંઠા: વિકાસનું બીજું નામ કહી શકાય તો સાબરકાઠાનું દરામલી. આ એક એવું ગામ છે જેની સરપંચની મહેનત બાદ કાયાપલટ થઇ ગઇ છે. હિંમતનગરથી અંબાજી હાઇવે પર આવેલા ઇડર તાલુકાનું દરામલી ગામ આજે ગુજરાતમાં પ્રખ્યાત થયું છે. 7 વર્ષ પહેલાં ચૂંટાઇને આવેલાં મહિલા સરપંચ હેતલ દેસાઇએ આ ગામને એક નવી ઓળખ આપી છે.

ગામના રસ્તાઓથી લઇને ગટર, વીજળી, સીસીટીવી અને વાઇફાઇ જેવી તમામ સુવિધાઓ આ ગામમાં મળી રહે છે. તો નાના ગૃહ ઉદ્યોગો અને પશુપાલન દ્વારા ગામની મહિલાઓને રોજગાર પણ મળે છે. દરામલી ગામે રાજ્યમાં સર્વશ્રેષ્ઠ ગામ તરીકેનો ખિતાબ મેળવ્યો છે. ગામને ૨૦૧૬-૧૭નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. રોડ રસ્તા પાણીની સુવિધા જે પ્રાથમિક સુવિધાઓ છે.

ગુજરાતના એવા ઘણા ગામડાઓ છે, જે વિકાસ માટે ઝંખી રહ્યા છે. ત્યારે દરામલી ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલી મહેનતના કારણે દરામલી ગામને એક ઓળખ મળી છે. જેની પાછળ સરપંચની મહેનત છે.. જો અન્ય ગામના સરપંચ પણ આ રીતે કામગીરી કરે તો દરેક ગામ સ્વચ્છ અને સ્વસ્થ બની શકે.