Delhi Election: ચૂંટણીમાં CM યોગીને મોંઘી પડી બિરયાની, ECએ ફટકારી નોટિસ


શાહીન બાગમાં સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ આશરે 2 મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનને લઈને યોગી આદિત્યનાથે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને બીજા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં હતા.

Delhi Election: ચૂંટણીમાં CM યોગીને મોંઘી પડી બિરયાની, ECએ ફટકારી નોટિસ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને તેમના 'બિરયાની' નિવેદન માટે નોટિસ ફટકારી છે. આયોગે તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનતા શુક્રવારે સાંજે 5 કલાક સુધી જવાબ માગ્યો છે. યોગી આદિત્યનાથે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરાવલ નગરમાં કહ્યું હતું, 'કેજરીવાલ શાહીન બાગના પ્રદર્શનકારીઓને બિરયાની ખવડાવી રહ્યાં છે.'

શાહીન બાગમાં સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ આશરે 2 મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનને લઈને યોગી આદિત્યનાથે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને બીજા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોગો કાશ્મીરમાં આતંકવાદીઓનું સમર્થન કરે છે, તે શાહીન બાગમાં પ્રદર્શન કરી રહ્યાં છે અને આઝાદીના નારા લગાવી રહ્યાં છે. યોગીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સરકાર લોકોને ચોખુ પાણી ઉપલબ્ધ કરાવી રહી નથી પરંતુ શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને બિરયાની વેંચી રહી છે. 

— ANI (@ANI) February 6, 2020

પૂર્વી દિલ્હીમાં કરાવલ નગર ચોક પર રેલીને સંબોધિત કરતા ભાજપના નેતાએ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરોધી પ્રદર્શનકારીઓ પર નિશાન સાધતા કહ્યું, 'તેના (પ્રદર્શનકારીઓ) પૂર્વજોએ ભારતનું વિભાજન કર્યું, તેથી તેને ઉભરતા 'એક ભારત શ્રેષ્ઠ ભારત'થી મુશ્કેલી છે.' તેમણે તે પણ કહ્યું કે, જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે આતંકવાદી બિરયાની નહીં ગોળી ખાઈ રહ્યાં છે. 

CAA પર PM મોદીએ યાદ અપાવ્યા શાસ્ત્રી અને લોહિયાના નિવેદન, ચૂપ રહી ગયો વિપક્ષ

મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હીની તમામ 70 સીટો માટે સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. મુખ્ય મુકાબલો સત્તાધારી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news