2019ની વિદાય, મોદી-શાહ અને યોગી પર ટ્વીટર પોલ કરાવી રહી છે કોંગ્રેસ

 કોંગ્રેસે 2019ની વિદાયના અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP) પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વીટર પોલ કરાવવામાં આવી રહ્યાં છે. 

2019ની વિદાય, મોદી-શાહ અને યોગી પર ટ્વીટર પોલ કરાવી રહી છે કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે 2019ની વિદાયના અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP) પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વીટર પોલ કરાવવામાં આવી રહ્યાં છે. પ્રથમ બોલમાં #BJPJumlaAwards પર વોટિંગ માટે કહેવામાં આવી રહ્યું છે અને વિજેતાઓના નામ 31 ડિસેમ્બરે જાહેર કરવાની વાત કરવામાં આવી છે. તો બીજો બોલમાં 'વર્ષના તાનાશાહ' તરીકે કરવામાં આવી રહ્યો છે. સોમવારે સાંજથી અત્યાર સુધી કોંગ્રેસે 5 પોલ કરાવ્યા છે. 

પહેલા પોલમાં કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું છે, 'અમે વર્ષનો અંત ભાજપના તે મોટા નિવેદનો સાથે કરી રહ્યાં છીએ.' #BJPJumlaAwards માં તમારૂ સ્વાગત છે, વોટ કરતા રહો, અમે કાલે વિજેતાનું નામ જાહેર કરીશું. ડાયલોગ ઓફ ધ યરના નોમિની... આ પોલમાં પીએમ મોદી (ક્લાઉડ કવર), નાણાપ્રધાન નિર્મલા સીતારમન (ડુંગળી) અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને નોમિની બનાવવામાં આવ્યા છે. 

Bollywood's got nothing on the dialogues BJP leaders come up with.

The Nominees for "Dialogue of the year" are...

— Congress (@INCIndia) December 30, 2019

રડાર વાળા નિવેદન પર કોંગ્રેસે ઘેર્યા હતા
મહત્વનું છે કે બાલાકોટ એર સ્ટ્રાઇક સમયે એક ચેનલ પર ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ ક્લાઉડ કવરની વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'એર સ્ટ્રાઇકના દિવસે હવામાન સારૂ નહતું. તે દિવસે નિષ્ણાંતોનું માનવું હતું કે સ્ટ્રાઇક બીજા દિવસે કરવામાં આવે. પરંતુ મેં સલાહ આપી કે હકીકતમાં વાદળો અમારી મદદ કરશે અને આપણા લડાકૂ વિમાન રડારની નજરોમાં આવશે નહીં.' તે સમયે પણ કોંગ્રેસે પીએમ પર હુમલો કર્યો હતો. 

ડુંગળી વોર પર નાણામંત્રીનું નિવેદન ચર્ચામાં રહ્યું
દેશમાં ડુંગળીની કિંમતોને લઈને સામાન્ય માણસની સ્થિતિ ખરાબ છે. આજે પણ ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી વધુ છે. ગૃહમાં ડુંગળી વોર પર નાણામંત્રીનું નિવેદન ખુબ ચર્ચામાં રહ્યું હતું. લોકસભામાં ડુંગળીને લઈને નાણાપ્રધાને કહ્યું હતું કે, 'હું એટલા લસણ-ડુંગળી ખાતી નથી. હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં ડુંગળી સાથે મતલબ રાખતા નથી.'

પ્રકાશ જાવડેકરનું વિવાદિત નિવેદન
લોકસભામાં પ્રદુષણને લઈને કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડકરે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઈ ભારતીય અભ્યાસ એવો નથી, જે જણાવે છે કે પ્રદુષણથી ઉંમર ઓછી થાય છે. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, આવી વાતો કરીને ડરનો માહોલ ન બનાવવો જોઈએ. 

આ છે બીજો પોલ
બીજો પોલ 'વર્ષના તાનાશાહ' તરીકે ચલાવવામાં આવ્યો છે. તેમાં ગૃહપ્રધાન અમિત શાહ, યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને પીએમ મોદીને નોમિની કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ટ્વીટર પર લખ્યું, 'તેમના જેકબૂટ્સ અને તેમની બંદૂક, તેમની લાકડી અને તેના ટ્રોલ, આમાંથી ક્યાં ભાજપના નેતાનો આત્મા સૌથી અત્યાચારી છે? વર્ષના તાનાશાહના નોમિની.'

Nominees for "Tyrant of the year" are...#BJPJumlaAwards

— Congress (@INCIndia) December 30, 2019

ઉલ્લેખનીય છે કે CAA અને NRCને લઈને દેશના ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. યૂપી, દિલ્હી અને આસામ જેવા રાજ્યોમાં ખુબ વિવાદ થયો હતો. યૂપીમાં પ્રદર્શનકારીઓની સાથે પોલીસના વલણની પણ ટીકા થઈ હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મેગેઝિન ટાઇમે 20 મેએ પોતાની એક નવી કોપામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કવર પેજ પર જગ્યા આપી હતી. તેમને 'India's Divider in Chief' એટલે કે 'ભારતના મુખ્ય વિભાજનકારી' ગણાવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news