રામ મંદિરના નિર્માણમાં નહી થાય લોખંડનો ઉપયોગ, જાણો કેમ?

હવે કેન્દ્રીય ભવન શોધ સંસ્થાન રૂડકી (Central Building Research Institute CBRI રૂડકી અને IIT મદ્રાસ (Indian Institute of Technology Madras) સાથે મળીને નિર્માણકર્તા કંપની લાર્સન એન્ડ ટ્રૂબો ( Larsen & Toubro) ના એન્જીનિયર (Engineer) સોઇલ ટેસ્ટિંગ (Soil Test)ના કાર્યમાં લાગેલા છે. 

Updated By: Aug 20, 2020, 06:10 PM IST
રામ મંદિરના નિર્માણમાં નહી થાય લોખંડનો ઉપયોગ, જાણો કેમ?

નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં ભગવાન શ્રી રામ (Lord Ram)ના ભવ્ય મંદિરનું ભૂમિ પૂજન થવાની સાથે નિર્માણ કાર્ય પ્રારંભ થઇ ગયું છે. શ્રીરામ જન્મભૂમિમાં બનવા જઇ રહેલું રામ મંદિર જે પ્રકારે વિવાદોમાંથી બહાર નિકળીને ઐતિહાસિક થઇ ગયું, ઠીક એ જ પ્રકારે મંદિરનું નિર્માણ પણ એવું હશે કે સદીઓ સુધી પેઢીઓ તેની સાક્ષી આપશે. હવે કેન્દ્રીય ભવન શોધ સંસ્થાન રૂડકી (Central Building Research Institute CBRI રૂડકી અને IIT મદ્રાસ (Indian Institute of Technology Madras) સાથે મળીને નિર્માણકર્તા કંપની લાર્સન એન્ડ ટ્રૂબો ( Larsen & Toubro) ના એન્જીનિયર (Engineer) સોઇલ ટેસ્ટિંગ (Soil Test)ના કાર્યમાં લાગેલા છે. 

આવી છે તૈયારી
મંદિર નિર્માણના કાર્યમાં લગભગ 36-40 મહિનાનો સમય લાગવાનું અનુમાન છે. શ્રીરામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ભારતની પ્રાચીન નિર્માણ પદ્ધતિથી થઇ રહ્યું છે. જેથી ભવ્ય મંદિર હજારો વર્ષ સુધી ના ફક્ત ઉભું રહે પરંતુ ભૂકંપ, ઝંઝાવત અથવા અન્ય કોઇપણ પ્રકારની આપદામાં પણ તેને કોઇપણ પ્રકારની ક્ષતિ ન પહોંચે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના અધ્યક્ષ ચંપત રાયે કહ્યું કે અમે તેવી જગ્યાને ચિન્હિત કરીરહ્યા છે જ્યાંથી દેશની જનતા અયોધ્યા પહોંચીને મંદિર બંતાં જોઇ શકશે. અયોધ્યા રામ જન્મભૂમિમાં બનનાર રામ મંદિરને બનાવવા માટે બંશી પહાડપુર (Banshi Pahadpur Rajasthan) ના તે પથ્થરોનો ઉપયોગ થઇ રહ્યો છે જે હજારો વર્ષ સુધી ખરાબ થતા નથી. અથવા તો 1000-2000 વર્ષ કોઇ મંદિરને હલાવી પણ ન શકે. 

આજે ગોલ્ડ ખરીદવાનો 'ગોલ્ડન" ચાન્સ! જાણો કેટલો થયો ઘટાડો

રામ મંદિરની વિશેષતા
- રામ મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહી થાય.
- 1200 થાંભલાની ઉપરની બિલ્ડિંગની જાડાઇના રિસર્સ ચાલું.
- મંદિરને જોડવા માટે કોપરનો ઉપયોગ થશે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube