ફેબ્રુઆરીમાં 8.61 લાખ નોકરીઓનું સર્જન થયું, EPFO ડેટામાં દાવો

EPFOના હાલના આંકડા અનુસાર જાન્યુઆરી, 2019માં નવી નોકરીઓની સંખ્યા સૌથી વધારે 8.94 લાખ રહી, આ અગાઉના આંકડા અનુસાર આ સંખ્યા 8.96 લાખ હોવાનું જણાવાઇ રહ્યું હતું

ફેબ્રુઆરીમાં 8.61 લાખ નોકરીઓનું સર્જન થયું, EPFO ડેટામાં દાવો

નવી દિલ્હી : આ વર્ષે ફેબ્રુઆરી મહિનામા સંગઠીત ક્ષેત્રમાં ગત્ત વર્ષે ફેબ્રુઆરીની તુલનાએ ત્રણ ગણા વધારે રોજગાર પેદા થયા છે.આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 8.61 લાખ રોજગાર પેદા થયા. ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો 2.87 લાખ રહ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ હાલનાં આંકડા અનુસાર જાન્યુઆરી, 2019માં નવી નોકરીઓની સંખ્યા સૌથી વધારે 8.94 લાખ રહ્યા. આ પહેલા ગત્ત મહિને બહાર પાડવામાં આવેલા અંતિમ આંકડામાં આ સંખ્યા 8.96 લાખ હોવાનું જણાવાયું હતું. 

ઇપીએફઓ એપ્રીલ 2018થી કંપનીઓનાં વેતન રજીસ્ટરમાં દાખલ થનારા નામનાં આધારે રોજગારના આંકડા ઇશ્યું કરી રહ્યા છે. સંગઠને સપ્ટેમ્બર, 2017ની અવધિના આંકડા એકત્ર છે. ફેબ્રુઆરી 2019માં 22-25 વર્ષ આયુ વર્ગનાં 2.36 લાખને અને 18-21 આયુવર્ગનાં 2.09 લાખ યુવાનોને રોજગાર મળ્યું છે. આંકડા અનુસાર  સપ્ટેમ્બર 2017 ફેબ્રુઆરી 2019ની વચ્ચે આ આંકડો અસ્થાયી છે અને કર્મચારીઓનાં રેકોર્ડને અદ્યતન કરવાનું સતત પ્રક્રિયાનો હિસ્સો છે. 

જો કે ઇપીએફઓએ સપ્ટેમ્બર 2017થી માંડીને જાન્યુઆરી 2019નાં 17 મહિનાની અવધિમાં સંગઠન  જોડનારા નવા અંશધારક અથવા નવા રોજગારનાં સર્જનની સંખ્યાને પહેલાનાં 76.478 લાખથી ઘટાડીને 72.24 લાખ કરવામાં આવ્યું છે. ઇપીએફઓ અલગ અલગ કંપનીઓ, સંગઠનો અને ફર્મમાં કામ કરનારા કર્મચારીઓનાં વેતનથી થનારી ભવિષ્ય નિધિ કોષની વ્યવસ્થા કરે છે. એવામાં રોજગારમાં આવનારા નવા કર્મચારીઓનાં ભવિષ્યનિધિ ખાતાના આંકડા તેની પાસે ઉપલબ્ધ હોય છે. 

ઇપીએફઓએ કહ્યું કે, તેના હાલનાં રિપોર્ટમાં માર્ચ 2018ના આંકડામાં સૌથી વધારે સંશોધન સામે આવ્યા છે. તેમાં 55,934 સભ્ય  સભ્યો ઇપીએફઓનાં સભ્યોથી બહાર થયા. તે અગાઉ ગત્ત મહિને બહાર પાડવામાં આવ્યા આંકડાઓમાં જણાવાયું હતું કે માર્ચ 2018માં 29,023 અંશધારકોએ ઇપીએફ યોજના છોડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news