PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ તે તથ્યનું સન્માન કરે છે કે બસપા-સબાએ યુપીમાં એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે

PM  મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ના અભિયાન માટે પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસની ભુમિકા એ ગ્રેડની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને તે કહેતા ગર્વ થાય છે કે અમે વડાપ્રધાન મોદી અને ભાજપની વિરુદ્ધ લડાઇ લડી અને અમારા સંસ્થાનોનું રક્ષણ કર્યું. આ જ આપણું મુળ કર્તવ્ય છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ તથ્યનું સન્માન કરુ છું કે, બસપા-સપાએ યુપીમાં એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની દ્રષ્ટીએ મને યુપીમાં કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવાનું છે. રાહુલે કહ્યું કે, મે આ જ્યોતિરાદિત્ય અને પ્રિયંકા બંન્ને તે સ્પષ્ટ કરી દીધું હતું કે પહેલી પ્રાથમિકતા ભાજપને હારવાની છે. બીજી પ્રાથમિકતા કોંગ્રેસનાં વિચારધારાને ફેલાવવાનું છે. ત્રીજી પ્રાથમિકતા વિધાનસભા ચૂંટણી જીતવાનું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને નથી લાગતું કે માયાવતી, અખિલેશ અથવા (ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ ભાજપ સાથે નહી જઇએ.

સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી
રાફેલ મુદ્દે ચર્ચા શા માટે નથી કરતા
રાહુલ ગાંધીએ ચૂંટણી પુર્ણ થતા પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે પોતાની પહેલી  પત્રકાર પરિષદ કરવા માટે વડાપ્રધાન મોદીનો મજાક ઉડાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન પહેલા શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. તે જ સમયે રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે જ્યારે વડાપ્રધાન મોદી એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે હું તેમને પુછવા માંગુ છું કે તેઓ મારી સાથે ચર્ચા શા માટે નથી કરતા. તમે પ્રેસને જણાવો કે તમે રાફેલ મુદ્દે શા માટે ચર્ચા નથી કરી રહ્યા. 

રાહુલ ગાંધીએ તેમ પણ જણાવ્યું કે, ચૂંટણી બાદ યુપીએ પ્રમુખ સોનિયા ગાંધીના અનુભવનો ફાયદો ઉઠાવવામાં આવશે. તેમણે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, સોનિયા ગાંધી અને મનમોહન સિંહને ઘણો અનુભવ છે. હું નરેન્દ્ર મોદી નથી કે અનુભવી લોકોને સાઇડલાઇન કરી દઉ. આપણે સોનિયા ગાંધીના અનુભવનો ફાયદો ઉઠાવીશું. વડાપ્રધાન પદના સવાલ અંગે ગાંધીએ કહ્યું કે, મે ખુબ જ સ્પષ્ટ કહ્યું છે કે  23 મેના રોજ જનતા જે પણ નિર્ણય  કરશે તે અગાઉ તેઓ કંઇ પણ નહી કહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news