આપના પૂર્વ નેતા ફૂલકાએ ભાજપ સાથેની નિકટતા સ્વીકારી, પરંતુ...
કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ તરફથી આયોજીત એક સમારોહમાં શીખ વિરોધી તોફાનો પીડિતોના પક્ષમાં ફૂલકાની કાયદાકીય લડાઇ માટે રવિવારે સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગોયલે કહ્યું કે ભાજપ દ્વારા દરેક ‘સારા’ લોકો માટે ખુલ્લા છે. ફૂલકાનું નિવેદન ત્યાર પછી આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય તેમજ વકીલ એચ.એસ.ફૂલકાએ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના ધાસાસભ્યની સાથે તેમની નિકટકા સ્વિકારી લીધી છે પરંતુ કોઇ પણ રાજકીય પાર્ટીમાં સામેલ થવા પર રવિવારે તેમણે ઇન્કાર કર્યો હતો. હકીકતમાં, કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ તરફથી આયોજીત એક સમારોહમાં શીખ વિરોધી તોફાનો પીડિતોના પક્ષમાં ફૂલકાની કાયદાકીય લડાઇ માટે રવિવારે સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગોયલે કહ્યું કે ભાજપ દ્વારા દરેક ‘સારા’ લોકો માટે ખુલ્લા છે. ફૂલકાનું નિવેદન ત્યાર પછી આવ્યું છે.
વરિષ્ઠ વકીલે પત્રકારોને જણાવ્યું કે, ‘શીખ વિરોધ તોફાનાના પીડિતો માટે સંઘર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ હમેશાં અમને સમર્થન કર્યું છે. હું કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ મળ્યા અને તેમણે મારા વલણનું સમર્થન કર્યું હતું.’ તેમણે, જોકે ભાજપમાં સામેલ થવાની અટકળોથી ઇન્કાર કર્યો હતો.
ફૂલ્કાએ કહ્યું કે, ‘હું કોઇ રાજકીય પાર્ટીમાં સામેલ થઇ રહ્યો નથી’ ગોયલે ફૂલકાને ‘સારો માણસ’ તથા તેમના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેમને 1984ના શીખ વિરોધી તોફાનોના પીડિતોને ન્યાય અપવવા માટે સંઘર્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, તેનો કોઇ અર્થ નથી કે તેઓ આમ આદમી પાર્ટીથી જોડાયેલા છે. તેઓ એક સારા વ્યક્તિ છે જેમણે સારુ કામ કર્યું છે. આ કારણ છે કે અમે તેમને સન્માનિત કરી રહ્યાં છીએ. લોકો મને પુછે છે કે શું તેઓ મારી પાર્ટીમાં શામેલ થશે. ભાજપ ઇચ્છે છે કે દરેક સારા માણસ પાર્ટીમાં સામેલ થઇ જાય.
ફૂલકાએ આ મહિનાની શરૂઆતમાં આમ આદમી પાર્ટીથી રાજીનામૂ આપ્યું છે. ફૂલકાએ તેના માટે કોઇ કારણ દર્શાવ્યું નથી. આ અટકળો વચ્ચે તેઓ ભાજપમાં સામેલ થઇ શકે છે, ફૂલકાએ 4 જાન્યૂઆરીએ ગોયલથી તેમના જન્મ દિવસ પર તેમને શુભેચ્છાઓ પઠવવા મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીથી ફૂલકાએ રાજીનામા વિશે ગોયલને કહ્યું હતું, તેમણે હાલમાં આપ છોડ્યું છે.
આપ છોડવા માટે ફૂલકાએ કોઇ કારણ દર્શાવ્યું નથી. તેમણે પંજાબમાં બિન-સરકારી સંગઠન ચલાવવાની ઇચ્છા દર્શાવી છે. તેમના વિશે માનવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે કોઇ પ્રકારના જોડાણના વિરુદ્ધ હતા. સુત્રોએ એવો દાવો કર્યો છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીથી બારત રત્ન પરત લેવાની માગના આપના વલણથી પણ ફૂલકા નારાજ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે