Gurugram: ભાડૂઆત સાથે પુત્રવધુના સુવાળા સંબંધનો હતો શક, સસરાએ એક પછી એક ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા

માણસ ગુસ્સામાં ક્યારે હેવાન બની જાય છે તે ખબર પડતી નથી. આ જ ગુસ્સામાં સેનામાં સેવા આપી ચૂકેલા એક ફૌજીએ કસાઈ જેવું સ્વરૂપ અપનાવીને હત્યાકાંડને અંજામ આપ્યો.

Gurugram: ભાડૂઆત સાથે પુત્રવધુના સુવાળા સંબંધનો હતો શક, સસરાએ એક પછી એક ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: માણસ ગુસ્સામાં ક્યારે હેવાન બની જાય છે તે ખબર પડતી નથી. આ જ ગુસ્સામાં સેનામાં સેવા આપી ચૂકેલા એક ફૌજીએ કસાઈ જેવું સ્વરૂપ અપનાવીને હત્યાકાંડને અંજામ આપ્યો. ત્રણ વર્ષની બાળકી ઉપર પણ દયા ન આવી અને હથિયારથી હુમલો કર્યો. જો કે બાળકીનું નસીબ સારું કે તે બચી ગઈ. પરંતુ આ હચમચાવી નાખનારા હત્યાકાંડમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ પણ કરી છે. જેના પર આ હેવાનિયતમાં આરોપીનો સાથ આપવાનો શક છે. 

જીવ ગુમાવનારાઓમાં આરોપીની વહુ અને એક ભાડૂઆતનો પરિવાર છે. હત્યાના આરોપી મકાન માલિકને તેની પુત્રવધુ અને ભાડુઆત વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો શક હતો. શકને આધારે જ તેણે પાંચ લોકો પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. જેમાં ચાર લોકોના મોત થયા. આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સરન્ડર કર્યું હતું. 

murder

પોલીસ કરી રહી છે તપાસ
આરોપીના મોઢેથી હત્યાની કબૂલાત થતા પોલીસે તરત જ તેની ધરપકડ કરી લીધી. ગુરુગ્રામમાં થયેલી 4 લોકોની હત્યા પર વિસ્તારના ડીસીપી દીપક સારણે કહ્યું કે મૃતદેહોના પોસ્ટપોર્ટમ કરાવવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news