Exclusive : SBIનો મોટો નિર્ણય, દેશભરમાં ખોલવામાં આવશે 600 નવી બ્રાન્ચ

એસબીઆઈના ચેરમેને વધુમાં જણાવ્યું કે, સરકારે જે રૂ. 20 હજાર કરોડનું હાઉસિંગ પેકેજ એનાઉન્સ કર્યું હતું. તેને અમલમાં મુકવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. એસબીઆઈ કેપિટલ તેમાં ભાગીદાર બનવા માગે છે

Exclusive : SBIનો મોટો નિર્ણય, દેશભરમાં ખોલવામાં આવશે 600 નવી બ્રાન્ચ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી વર્ષમાં 600 નવી બ્રાન્ચ ખોલવાનું આયોજન કરી રહી છે. આ અંગે માહિતી આપતા એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, મર્જર થયા પછી જોડાયેલી નવી શાખાઓમાં મેઈન્ટેનન્સનો અભાવ હતો, જેના કારણે ત્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, મર્જરના કારણે સપ્ટેમ્બરમાં સકારાત્મક પરિણામ આવ્યા છે. આગામી 5 મહિનામાં ક્રેડિટ ગ્રોથમાં પણ વધારો થશે. 

કોર્પોરેટ ટેક્સમાં કપાત પછી સુધારો 
તેમણે કહ્યું કે, બિઝનેસ સેન્ટિમેન્ટમાં કોર્પોરેટ ટેક્સમાં કપાત પછી ઘણો સુધારો થયો છે. બેડ લોનમાં પણ ઘટાડો થયો છે. એફઆરડીઆઈ બિલના કારણે ફાઈનાન્શિયલ સેક્ટરની કંપનીઓ જે તણાવમાં છે, તેમને એક સમસ્યાનું કાયદાકીય ફ્રેમવર્ક મળ્યું છે. 

એસબીઆઈના ચેરમેને વધુમાં જણાવ્યું કે, સરકારે જે રૂ. 20 હજાર કરોડનું હાઉસિંગ પેકેજ એનાઉન્સ કર્યું હતું. તેને અમલમાં મુકવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. એસબીઆઈ કેપિટલ તેમાં ભાગીદાર બનવા માગે છે, જો આદેશ મળે છે તો એસબીઆઈ કેપિટલ એ ફંડને ઓપરેશનલાઈઝ કરશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news