#HumWapasAayenge : કાશ્મીરી પંડિતોના નિર્વાસનના 30 વર્ષ, આ હેશટેગ કરીને લોકો વ્યક્ત કરી રહ્યા છે વ્યથા 

#HumWapasAayenge પર લોકો વીડિયો મુકીને પોતાનો સંદેશો અને દર્દ વ્યક્ત કરી રહ્યા છે. આ કાશ્મીરી પંડિતો આજે પણ ઘરવાપસીની રાહ જોઈ રહ્યા છે.

#HumWapasAayenge : કાશ્મીરી પંડિતોના નિર્વાસનના 30 વર્ષ, આ હેશટેગ કરીને લોકો વ્યક્ત કરી રહ્યા છે વ્યથા 

નવી દિલ્હી : કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના વિસ્થાપનને 30 વર્ષ થવાના છે. કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી બોલિવૂડ ફિલ્મ શિકારાનો એક ડાયલોગ #HumWapasAayenge હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો પોતાના વીડિયો શેયર કરી રહ્યા છે. ફિલ્મ શિકારા 19 જાન્યુઆરી, 1990ના દિવસે લાખો કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીના દિવસ રિલીઝ થશે. 

નોંધનીય છે કે 19 જાન્યુઆરીના દિવસે કાશ્મીરી પંડિતોના નિર્વાસનને 30 વર્ષ થઈ જશે. આ પહેલાં સોશિયલ મીડિયા પર #HumWapasAayenge ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આકાંક્ષા ભટ્ટે પોતાના ટ્વિટર એકાઉન્ટથી વીડિયો રિલીઝ કરીને લખ્યું છે કે, 'એક કાશ્મીરી પંડિતના જીવનના અનુભવને કોઈ પણ વસ્તુ સામાન્ય ન કરી શકે. જોકે એક આશા છે કે #હમવાપસઆયેંગે'

— Acancsha Bhat (@bhatallion) January 18, 2020

રોહિતે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો ટ્વીટ કર્યો છે. 

— Rohit (@rohitkp_) January 18, 2020

ટોચના વિશ્લેષક સુનંદા વશિષ્ઠે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર #HumWapasAayenge હેશટેગ સાથે બાળપણની તસવીર શેયર કરી છે. આ તસવીરમાં તેના બાળપણની તસવીર છે જે કાશ્મીરમાં ક્લિક થયેલી છે. 

— Sunanda Vashisht (@sunandavashisht) January 18, 2020

 

— Chanderkanta Bhat Pandita (@pandita_bhat) January 18, 2020

— Khushboo Mattoo (@MattLaemon) January 18, 2020

આ સિવાય ખુશબુ મટ્ટોએ લખ્યું છે કે 30 વર્ષ ખોવાઈ ગયા અને મળી આઠ ભાડાની જગ્યાઓ. આજે પણ અમારા દિલમાં કાશ્મીર છે અને 30 વર્ષ ખોવાઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news