ફાનીને લઈને અનેક રાજ્યોમાં અલર્ટ જાહેર, આ હેલ્પલાઈન નંબરો પર માંગી શકો છો મદદ

ભયંકર ચક્રવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેના કારણે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ફાનીને લઈને અનેક રાજ્યોમાં અલર્ટ જાહેર, આ હેલ્પલાઈન નંબરો પર માંગી શકો છો મદદ

નવી દિલ્હી: ભયંકર ચક્રવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેના કારણે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદ પણ છે. ફાનીને લઈને ઓડિશાના 17 જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં પણ અલર્ટ જારી છે. આ સાથે જ અનેક હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યાં છે. જેના પર  ફોન કરીને તમે મદદ માંગી શકો છો. 

વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની હાલ છે. તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો. IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે. આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે

રેલવે તરફથી હેલ્પલાઈન નંબરો બહાર પડાયા

ભુવનેશ્વર સ્ટેશન- 0674 2303060, 0674 2301525, 0674 2301625
ખુર્દા રોડ સ્ટેશન- 0674 2490010, 0674 2492511, 0674 2492611
સંભલપુર- 0663 2532230, 0663 2533037, 06632532302
પુરી સ્ટેશન- 06752 225922
ભદરક સ્ટેશન- 06781 230827

જુઓ LIVE TV

પશ્ચિમ બંગાળના કોલકાતા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે જે આ પ્રમાણે છે. 22235185, 2237 4033, 2236 3594, 22252179

ઓડિશાના ગંજામ માટે પણ હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યાં છે. ટોલ ફ્રી નંબર છે...1950, 06811 263978 અને 06811263976.

કટક- 0671 2201865
બ્રહ્માપુર-  06802229632
વિશાખાપટ્ટનમ- 0891 2746255, 0891 1072

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news