Farmer Protest-દિલ્હીની કરશે ઘેરાબંધી, નહી સ્વિકારે સરકારનો નિર્ણય: ખેડૂત સંગઠન

પંજાબના ખેડૂત દિલ્હીની સીમા પર છે. આ દરમિયાન સિંધું બોર્ડર પર 30 ખેડૂત સંગઠનોની મીટિંગ થઇ છે. પહેલો રાઉન્ડ ખતમ થઇ ગયો છે અને આ દરમિયાન નક્કી થયું છે કે તમામ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા સંગત દિલ્હીના સીમાવર્તીમાં જ રહેશે. 

Farmer Protest-દિલ્હીની કરશે ઘેરાબંધી, નહી સ્વિકારે સરકારનો નિર્ણય: ખેડૂત સંગઠન

નવી દિલ્હી: ખેડૂતો સાથે જોડાયેલા કૃષિ બિલના વિરોધને લઇને ખેડૂતોએ ગૃહમંત્રીને રજૂઆત બાદ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. ખેડૂતો સંગઠનોએ પોતાના નિર્ણયમાં કહ્યું છે, અમે ક્યારેય બુરાડી ગ્રાઉન્ડ જઇશું નહી અને દિલ્હીના તમામ 5 હાઇવે બ્લોક કરીને દિલ્હીને ઘેરાબંધી કરીશું. 

પંજાબના ખેડૂત દિલ્હીની સીમા પર છે. આ દરમિયાન સિંધું બોર્ડર પર 30 ખેડૂત સંગઠનોની મીટિંગ થઇ છે. પહેલો રાઉન્ડ ખતમ થઇ ગયો છે અને આ દરમિયાન નક્કી થયું છે કે તમામ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા સંગત દિલ્હીના સીમાવર્તીમાં જ રહેશે. 

સશર્ત મુલાકાત પર નારાજગી
ખેડૂતોએ કહ્યું કે જે પ્રકારે દેશના ગૃહ સચિવની કાલે રાત્રે ચિઠ્ઠી આવી હતી અને તેમાં ગૃહમંત્રીના નિવેદનનો હવાલો આપતાં જે શરતો લગાવવામાં આવી છે તે સ્વિકાર્ય નથી. ખેડૂતોએ કહ્યું કે સરકારી શરતોમાં રસ્તા ખાલી કરો. બુરાડી આવો, ત્યારે અમે પરસ્પર વાત કરીશું આ પ્રકારની સશર્ત વાતચીતનો પ્રસ્તાવ ખેડૂતોએ ના મંજૂરી કરી દીધો છે. 

— ANI (@ANI) November 29, 2020

સંયુક્ત ખેડૂતો મોરચાની કમિટી
સંયુક્ત ખેડૂત મોરચામાં દેશના 450 ખેડૂત સંગઠન સામેલ છે તે તમામએ એકસાથે મળીને 7 સભ્યોની કમિટી બનાવી છે. જે સરકાર સાથે વાતચીત અને અન્ય વિષયો પર નિર્ણય લેશે. 

પોલીસનું સત્તાવાર નિવેદન
સિંધુ બોર્ડર પર પોલીસે બેરિકેટિંગ લગાવી હતી ત્યાં નાનકડો ભાગ ખોલી દીધો છે. દિલ્હી પોલીસના અનુસાર જે ખેડૂત ધરણા પર બેઠા હતા તેમનું રાશન પુરૂ થઇ ગયું છે તો તેમના સમર્થક તેમના માટે ખાવા પીવાને લઇને આવી રહ્યા છે તેમના માટે આ રસ્તો ખોલવામાં આવ્યો છે જેથી તેમને ખાવાનું પહોંચાડવામાં સમસ્યા ન થાય. પોલીસે એ પણ કહ્યું કે જો ખેડૂત બુરાડી જવું જોઇએ જ્યાં વહીવટીએ તેમને વિરોધ પ્રદર્શન માટે જગ્યા આપી છે ત્યાં જઇ શકે છે. અમે પોતાને લઇ જવા માટે તૈયાર છે. તો ખેડૂતોની બેઠક સતત ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news