Farmers Protest: પંજાબના ટ્રોલ ફ્રી પર અડગ છે ખેડૂત, કંપનીઓ હાઇકોર્ટમાં પહોંચી
કેન્દ્રના કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ ખેડૂતો સતત પંજાબ અને હરિયાણાના (Punjab And Haryana) ટોલ પ્લાઝા (Toll Plaza) પર બેઠા છે. અહીં ખેડૂતોએ ટોલ ફ્રી કરી રાખ્યા છે, જેના કારણે ટોલ પ્લાઝા કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રના કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ ખેડૂતો સતત પંજાબ અને હરિયાણાના (Punjab And Haryana) ટોલ પ્લાઝા (Toll Plaza) પર બેઠા છે. અહીં ખેડૂતોએ ટોલ ફ્રી કરી રાખ્યા છે, જેના કારણે ટોલ પ્લાઝા કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.
જો કે, હવે જીએમઆર અંબાલા-ચંડીગઢ એક્સપ્રેસવે કંપની અને મેસર્સ પાનીપત-જલંધર એનએચ-1 ટોલવે પ્રાઇવેટ લિમિટેડ શુક્રવારે કોરોડો રૂપિયાના નુકસાનના હવાલો આપતા પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં (Punjab-Haryana High Court) પહોંચી છે. બંને કંપનીઓએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરતા ટોલ પ્લાઝાનું સંચાલન ફરી શરૂ કરવાની અપીલ કરી છે.
હાઇ કોર્ટે આપ્યો આ નિર્ણય
તે દરમિયાન કંપનીએ પોતાના સ્ટાફની સુરક્ષાની માંગ પણ કોર્ટ કરી છે. ત્યારબાદ હાઈ કોર્ટે જીએમઆર અંબાલા ચંડીગઢ એક્સપ્રેસ કપંનીની અરજી પર 24 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મેસર્સ પાનીપત-જલંધર NH-1 ટોલવે પ્રાઇવેટ લિમિટેડની અરજી પર પંજાબ સરકાર અને NHAI ના 6 એપ્રિલ માટે કોર્ટે નોટિસ ઈશ્યૂ કરી જવાબ સમન્સ પાઠવ્યું છે.
સમાન્ય જનતા પાસેથી લેવામાં આવશે વળતર
તમને જણાવી દઇએ કે, પંજાબમાં 23 સ્ટેટ ટોલ પ્લાઝા અને 21 નેશનલ ટોલ પ્લાઝા છે. તમામ સ્ટેટ ટોલ પ્લાઝાનું દરરોજનું લગભગ 62 થી 65 લાખ રૂપિયા કલેક્શન થયા છે. આ કારણ છે કે, કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ ચેતન મિત્તલે (Advocate Chetan Mittal) કહ્યું કે, કંપનીઓના NHAI સાથે MOU સાઈન થયા છે. હાલમાં ભલે જ લોકો ટોલ પ્લાઝા ન આપવાને કારણે રાહત અનુભવે છે. પરંતુ જ્યારે આ મામલો હાઇકોર્ટ અને આર્બિટ્રેશનમાં જશે, તો પછી તમામ નુકસાન સામાન્ય લોકો પાસેથી વળતર લેવામાં આવશે.
હરિયાણામાં રાહત, પંજાબમાં અડગ ખેડૂત
ઉલ્લેખનીય છે કે, હરિયાણાના ઘણા ટોલ પ્લાઝા પરથી ખેડૂતોને સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. જ્યારે પંજાબમાં ધરણા પર બેઠેલા ખેડુતો કૃષિ કાયદા રદ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે અને ટોલ પ્લાઝા મફત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે અમે નુકસાન માટે જવાબદાર નથી પરંતુ કેન્દ્ર સરકાર છે, અને ખેડુતો મજબૂરીમાં બેઠા છે. તેઓ જાણે છે કે સામાન્ય લોકોને વળતર ચુકવવું પડશે. પરંતુ કંપનીઓએ હાઇકોર્ટમાં જવાને બદલે સરકાર પર કૃષિ કાયદા પાછા લેવા દબાણ કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે