Farmers Protest: જલદી સમાપ્ત થઈ શકે છે કિસાન આંદોલન, સરકારે MSP પર વાત કરવા માંગ્યા 5 નામ

Govt To Talk With Farmers On MSP: કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા પાસે એમએસપી સહિત અન્ય મુદ્દા પર કમિટી બનાવવા માટે પાંચ નામ માંગ્યા છે. 

Farmers Protest: જલદી સમાપ્ત થઈ શકે છે કિસાન આંદોલન, સરકારે MSP પર વાત કરવા માંગ્યા 5 નામ

નવી દિલ્હીઃ Govt To Talk With Farmers On MSP: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એમએસપી (MSP) સહિત અન્ય મુદ્દા પર કમિટી બનાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચા પાસે પાંચ નામ માંગ્યા છે. સરકાર કિસાન સંગઠનોની સાથે એમએસપીને લઈને ચર્ચા કરશે. સૂત્રોનું કહેવું છે કે કિસાન સંગઠન જલદી પોતાનું આંદોલન સમાપ્ત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, કિસાન સંગઠન બધાની સહમતિથી 4 ડિસેમ્બરે આંદોલન ખતમ કરવાની તારીખ આપી શકે છે. 

કિસાન નેતા સતનામ સિંહ અજનાલાએ કહ્યુ કે, સરકારે એમએસપી પર અને બીજા ખેડી-વાડીના મુદ્દા પર કમિટી બનાવવા માટે પાંચ નામ માંગ્યા છે. કાસ સુધી 5 નામ ફાઇનલ કરી સરકારને મોકલવામાં આવશે. 

બુધવારે હરિયાણા સરકારની સાથે કિસાનોની બેઠક
હરિયાણા સરકાર કિસાનોની સાથે બુધવારે બેઠક કરશે. આ દરમિયાન સરકાર કિસાનો પર નોંધાયેલા કેસ પરત લેવા પર ચર્ચા કરશે. મહત્વનું છે કે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે પણ કિસાનો પર નોંધાયેલા કેસોની વિગત માંગી છે. 

શું છે કિસાન સંગઠનોની માંગ?
કૃષિ કાયદાની વાપસી બાદ પણ કિસાન સંગઠન દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. કિસાન સંગઠનોની માંગ છે કે સરકાર એમએસપીની ગેરંટીનો કાયદો બનાવે, કિસાનો પર નોંધાયેલા કેસ પરત લેવામાં આવે, આંદોલન દરમિયાન જે કિસાનોના મોત થયા તેને વળતર આપવામાં આવે. આ સિવાય લખીમપુર ખીરી કાંડના મુખ્ય આરોપી આશીષ મિશ્રાના પિતા અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કિસાન સંગઠન કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news