Farmers Protest: ટ્રેક્ટર પરેડમાં હિંસક પ્રદર્શન બાદ દિલ્હી-NCR માં અનેક જગ્યાએ ઇન્ટરનેટ સેવા બંધ

કિસાન હજુ પણ દિલ્હીમાં ઘણા સ્થળો પર પરેડ શાંતિપૂર્વક કાઢી રહ્યાં છે. મહત્નવું છે કે કિસાન આંદોલન (farmeres Protest) કરી સરકાર પાસે નવા કૃષિ કાયદા (Farm laws) ને રદ્દ કરાવવાની માંગ કરી રહ્યાં છે. 

 Farmers Protest: ટ્રેક્ટર પરેડમાં હિંસક પ્રદર્શન બાદ દિલ્હી-NCR માં અનેક જગ્યાએ ઇન્ટરનેટ સેવા બંધ

નવી દિલ્હીઃ Kisan Tractor Rally: છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલું કિસાન આંદોલન (Farmers Protest) 26 જાન્યુઆરીએ કેટલાક ઉપદ્રવીઓને કારણે ઉગ્ર બની ગયું હતું. ત્યારબાદ સરકાર તરફથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા કિસાનોના પ્રદર્શન વાળા સ્થળો પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સરકાર તરફથી એક મેસેજ જારી કરવામાં આવ્યો છે કે દિલ્હી અને એનસીઆરના ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાને રાત્રે 12 કલાક સુધી બંધ કરી દેવામાં આવી છે. સિંધુ, ટીકરી, ગાઝીપુર બોર્ડરની સાથે મુકરબા ચોક અને નાંગલોઈ વિસ્તારમાં ઈન્ટરનેટ રાત્રે 12 કલાક સુધી બંધ છે. 

તો કિસાન હજુ પણ દિલ્હીમાં ઘણા સ્થળો પર પરેડ શાંતિપૂર્વક કાઢી રહ્યાં છે. મહત્નવું છે કે કિસાન આંદોલન (farmeres Protest) કરી સરકાર પાસે નવા કૃષિ કાયદા (Farm laws) ને રદ્દ કરાવવાની માંગ કરી રહ્યાં છે. આ કડીમાં કિસાનોએ જાહેરાત કરી હતી કે 26 જાન્યુઆરીએ તેઓ ટ્રેક્ટર પરેડ (Kisan Tractor Rally) કાઢશે. પરંતુ તે માટે દિલ્હી પોલીસ અને એનસીઆરની પોલીસે રૂટ નક્કી કર્યા હતા. તો ઘણા કિસાનોએ આ રૂટનો ભંગ કરી તોફાનો કર્યા હતા. 

આ પહેલા સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર પર સવારે કિસાનોએ શાંતિપૂર્ણ રીતે પોતાની પરેડ કાઢી હતી. થોડા સમ બાદ ગાઝીપુર બોર્ડર પર કેટલાક ઉપદ્રવી ઉત્તેજિત થયા અને દિલ્હીના આઇટીઓ પહોંચી ગયા હતા. અહીં પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પરંતુ થોડા સમય બાદ ફરી શાંતિ જોવા મળી હતી. મહત્વનું છે કે સવારે કિસાનો ઝંડા અને તિરંગાની સાથે નારેબાજી કરતા શાંતિપૂર્ણ રીતે પરેડ કાઢી રહ્યા હતા. બધા કિસાન નેતા તે કહી રહ્યાં હતા કે અમે અમારા નક્કી રૂટ પર ચાલી રહ્યાં છીએ. 

દિલ્હીમાં મેટ્રો સેવા બંધ
દિલ્હીમાં સાવચેતીના ભાગ રૂપે 37 મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 

આ કોરિડોર પર બંધ છે સ્ટેશન

વાયોલેટ લાઇન - આઇટીઓ, દિલ્હી ગેટ, લાલ કિલ્લો મેટ્રો સ્ટેશન બંધ

બ્લુ લાઇન - ઇન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશન બંધ

યલો લાઇન - સંયુપર બદલી, રોહિણી સેક્ટર 18, હૈદરપુર બદલી મોર, જહાંગીરપુરી, આદર્શ નગર, આઝાદપુર, મોડેલ ટાઉન, જીટીબી નગર, યુનિવર્સિટી, વિધાનસભા અને સિવિલ લાઇન્સ મેટ્રો સ્ટેશન બંધ.

ગ્રીન લાઇન - તમામ 22 મેટ્રો સ્ટેશન બંધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news