Farmers Protest: સરકારના પ્રસ્તાવથી ખેડૂતો ખુશ, થઈ શકે છે સમાધાન
Farmers Protest: કૃષિ કાયદાઓથી નારાજ ખેડૂતો (Farmer) સામે સરકાર (Government) એ જે પ્રસ્તાવ (Proposal) રાખ્યો છે, હાલ તેનાથી ખેડૂત નેતા ખુશ છે. ખેડૂત નેતાના અત્યાર સુધી જે નિવેદનો સામે આવ્યાં છે, એ જોતા લાગી રહ્યું છેકે, હવે સરકાર અને ખેડૂતો વચ્ચે બહુ જલદી સમાધાન થઈ જશે.
Trending Photos
દિલ્લીઃ કૃષિ કાયદાઓથી નારાજ ખેડૂતો લગભગ છેલ્લાં બે મહિનાથી દિલ્લી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન સરકારે સાથે ઘણીવાર વાર્તાલાપ થઈ ચૂક્યો છે. જોકે, આ વખતે પહેલીવાર ખેડૂતો (Farmer) અને સરકાર (Government) વચ્ચે સુખદ સમાધાન થાય તેવું લાગી રહ્યું છે. બુધવારે થયેલાં વાર્તાલાપમાં કોઈ નિર્ણાયક નિષ્કર્ષ તો નથી આવ્યો, પણ સરકારે આપેલાં પ્રસ્તાવથી હાલ ખેડૂત નેતાઓ ખુશ જણાઈ રહ્યાં છે. ખેડૂત નેતાઓએ કહ્યુંકે, તેઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને 22 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં પોતાનો નિર્ણય જણાવશે.
સરકારના પ્રસ્તાવથી ખુશ છે ખેડૂતો
કેન્દ્ર સરકાર અને ખડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 11 વખત વાતચીત થઈ ચૂકી છે. જોકે, અત્યાર સુધીના વાર્તાલાપ અને બેઠકોમાં કૃષિ કાયદાના વિરોધ અંગે કોઈ નિવેડો આવ્યો નથી. અત્યાર સુધીની તમામ બેઠકોમાં ખેડૂતો તરફથી ભાગ લેનારા ખેડૂત નેતા શિવકુમાર કક્કા (Shivkumar Kakka) એ સરકારના આ વખતે આપવામાં આવેલાં પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. અને કહ્યું છેકે, તેમને કમિટી પર તો ભરોસો નથી, પણ સરકારે અત્યારે કાયદાને સ્થગિત કરવાનો જે પ્રસ્તાવ રાખ્યો છે, તે વિશ્વાસ પાત્ર લાગી રહ્યો છે. અમે તમામ ખેડૂત આગેવાનો સરકારના આ નિર્ણય પર વિચાર કરીશું અને આગામી 22 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં પોતાનો નિર્ણય જણાવીશું. ખેડૂત નેતા દર્શન પાલ સિંહે (Darshan Pal Singh) કહ્યુંકે, સરકારે એમને વિશ્વાસ અપાવ્યો છેકે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં એક એફિડેવિટ (Affidavit) દાખલ કરવામાં આવશે. જેમાં આ કૃષિ કાયદાઓને 18 મહિના સુધી સ્થગિત કરવાની વાત સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવશે. સરકારનો આ પ્રસ્તાવ વિચારવા યોગ્ય છે. ઓલ ઈન્ડિયા કિસાન સભા (All India Kisan Sabha) ના મહાસચિવ Hannan Mollah એ પણ સરકારના આ પ્રસ્તાવનો ખુલ્લા દિલથી સ્વાગત કર્યું.
જાણો PM મોદી ક્યારે લેશે કોરોનાની રસી
શું છે સરકારનો પ્રસ્તાવ?
બુધવારે 11મી વખત સરકાર અને ખેડૂતો વચ્ચે વર્તાલાપ થયો. જેમાં સરકારે હાલ પુરતો કેટલાંક સમય માટે આ કૃષિ કાયદો સ્થગિત કરવાનો પ્રસ્તાવ ખેડૂતો સામે મૂક્યો. સરકારે ખેડૂતો સામે પ્રસ્તાવ મૂક્યો છેકે, ખેડૂતો અને સરકારની એક સંયુક્ત કમિટી બનાવવામાં આવશે. જ્યાં સુધી આ સમિતિ કોઈ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી આ ત્રણેય કૃષિ કાયદાઓ લાગૂ નહીં કરવામાં આવે. આ કમિટીને રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવશે.
દિલ્લી પોલીસ સાથે આજે બેઠક
આગામી 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરવા માટે ખેડૂતો અને દિલ્લી પોલીસ વચ્ચે આજે મહત્ત્વની બેઠક મળશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છેકે, માર્ચ નિકાળવાની મંજૂરીનો મામલો દિલ્લી પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ મુદ્દે ખેડૂત નેતાઓ અને દિલ્લી પોલીસે સાથે મળીને વાતચીત કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે