Amritsar માં ફરી લેન્ડ થઇ કોરોના મુસાફરો ભરેલી ફ્લાઇટ, બીજા દિવસે 173 પોઝિટિવ
પંજાબના અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર કોરોના સંક્રમિત મુસાફરોની ફ્લાઈટ લેન્ડ થઈ છે. શુક્રવારે રોમથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં 173 મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. આ ફ્લાઈટમાં કુલ 290 મુસાફરો સવાર હતા.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર કોરોના સંક્રમિત મુસાફરોની ફ્લાઈટ લેન્ડ થઈ છે. શુક્રવારે રોમથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં 173 મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. આ ફ્લાઈટમાં કુલ 290 મુસાફરો સવાર હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ અમૃતસર એરપોર્ટ પર 125 મુસાફરો પોઝિટિવ મળ્યા હતા.
સંક્રમિત મુસાફરોથી ભરેલી ફ્લાઇટ!
તમને જણાવી દઈએ કે ગુરુવારે પણ 179 મુસાફરોને લઈને ઈટાલીથી અમૃતસર ફ્લાઈટ આવી હતી જેમાંથી 125 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
હવે બહારગામથી આવતા મુસાફરોએ કરવું પડશે આ કામ
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા નિયમો અનુસાર હવે ભારતમાં આગમન પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે તેમજ આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રની આ માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.
કોરોનાની વિકટ પરિસ્થિતિ
તમને જણાવી દઈએ કે શુક્રવારે દેશમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેના કારણે ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 3,52,26,386 થઈ ગઈ છે.
આ દેશોમાંથી આવતા લોકો પર વધારાની દેખરેખ
નોંધનીય છે કે ભારતે કેટલાક એવા વિદેશી દેશોની ઓળખ કરી છે. જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓને કોરોનાના કડક નિયમોનો સામનો કરવો પડશે. એટલે કે આ દેશ હાઈ રિસ્ક કન્ટ્રી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે