પૂરના પાણીથી નહીં ધોવાય પાક, તરતા બગીચામાં ખેતી કરવાથી થશે તગડી કમાણી
Floating Agriculture to Avoid Floods: કૃષિમાં પાણીની અછતની જેમ અતિવૃષ્ટિ પણ પાકને નુકસાન કરે છે. નદીઓના જળ પ્રવાહ ઊભા પાક પર ફરી વળે ત્યારેસમગ્ર પાક ધોવાઈ જતો હોય છે. આ સમસ્યાના ટકાઉ સમાધાન માટે બાંગ્લાદેશમાં તરતા બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ તરતા બગીચામાં સરળતાથી વિવિધ શાકભાજીના પાકો ઉગાડી શકાય છે. જે પ્રચંડ પૂર આવે ત્યારે પણ તરતા રહે છે.
Trending Photos
Floating Agriculture to Avoid Floods: પૂર પ્રભાવિત વિસ્તારમાં ખેતી કરવી ખુબ જ મુશ્કેલી ભર્યું હોય છે. વારંવાર પૂરના પાણી ખેતરમાં ઘૂસી જતા પાક નિષ્ફળ જતો હોય છે. પરંતુ આવા જ પૂરગ્રસ્ત વસ્તારો માટે તરતા બગીચામાં ખેતીનો વિકલ્પ ખુબ જ કારગત છે. આમ તો વરસાદ ખેડૂતો માટે હરખની હેલી ગણાય છે. વરસાદ થાય તેના આધારે જ ખેતી થતી હોય છે. પરંતુ ક્યારે વધારે વરસાદ ખેડૂતો માટે મહામુસીબત બની જાય છે. પૂરના પાણીથી ખેતરમાં ઊભા પાક ધોવાઈ જતા હોય છે. પરંતુ હવે પૂરના પાણીથી પાક નહિ ધોવાય. ભયંકર પૂરમાં પણ પાક રહેશે અડીખમ.
કૃષિમાં પાણીની અછતની જેમ અતિવૃષ્ટિ પણ પાકને નુકસાન કરે છે. નદીઓના જળ પ્રવાહ ઊભા પાક પર ફરી વળે ત્યારેસમગ્ર પાક ધોવાઈ જતો હોય છે. આ સમસ્યાના ટકાઉ સમાધાન માટે બાંગ્લાદેશમાં તરતા બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ તરતા બગીચામાં સરળતાથી વિવિધ શાકભાજીના પાકો ઉગાડી શકાય છે. જે પ્રચંડ પૂર આવે ત્યારે પણ તરતા રહે છે.
હવે પૂરથી નહિ ધોવાય તમારો પાક -
બાંગ્લાદેશમાં કાર્બન ઉત્સર્જનની સમસ્યા વધારે નથી તેમ છતા ગરીબ ખેડૂતો જળવાયુ પરીવર્તનનો ભોગ બનતા હોય છે. ત્યારે આ તરતા ખેતર આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ તરતા બગીચા પૂર પ્રભાવીત વિસ્તારોમાં આવકનું સાધન બન્યા છે. જો કે જળવાયુ પરીવર્તનની એટલી બધી અસર નહોંતી ત્યારથી અહી તરતા બગીચામાં ખેતી થાય છે. દાયકા પહેલાંથી વરસાદી સિઝનમાં નદીઓમાં પાણી ભરાય ત્યારે આ પ્રકારે ખેતી કરતા હતા.
કેવી રીતે બને છે તરતા ખેતર?
આ તરતા બગીચા જળકુંભી જેવી પાણીમાં વિંટળાઈને રહેતી વનસ્પતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે પાણીની લહેરોની સાથે જ હલનચલન કરતા રહે છે. આ તરતા બગીચા પાણીમાં તરતા બિસ્તર જેવા લાગે છે. આ તરતા બગીચામાં ફેલાતી જતી જળ વનસ્પતિમાંથી વર્ષો પછી ૩ ફૂટ જેટલું ઊંડુ પડ તૈયાર થાય છે. વચ્ચે જ જગ્યા ખાલી હોય તેમાં ખેતરની જેમ ટુંકા ગાળાના શાકભાજીના પાકો વાવવામાં આવે છે. પાક ઉત્પાદન બાદ છોડ સુકાઈ જાય તો તેના સડેલા અવશિષ્ચ પદાર્થોમાંથી ખાતર બને છે.
૩૦૦ વર્ષ પહેલાંથી થાય છે આ પ્રકારે ખેતી -
બાંગ્લાદેશના દક્ષિણ ભાગમાં જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ૩૦૦ વર્ષથી આ પ્રકારે ખેતી થાય છે. બારીસલ, ગોપલાગંજ ફ્લોટિંગ એગ્રીકલ્ચર માટે જાણીતા છે. આ પદ્ધતિને સ્થાનિક ભાષામાં ધેપ કહેવાય છે. ખાસ કરીને દરિયાકાંઠાના ખેડૂતો આ રીતે ખેતી કરીને આવક મેળવતા હોય છે. આ પ્રકારના તરતાબગીચા પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખૂબ જ જોવા મળતા હોય છે.
તરતા બગીચાને મળ્યોછે કૃષિ વિરાસતનો દરજ્જો -
આ બગીચામાં ભીંડા, દૂધી, રીંગણ અને પાલક સહિતના શાકભાજી સરળતાથી ઉગાડી શકાય છે. ભારત, કંબોડિયામાં ખૂબ ઓછા પ્રમાણમાં આ પદ્ધતિ જોવા મળે છે. પણ કેટલાક જુજ વિસ્તારના ખેડૂતો આ તરતા બગીચાની પદ્ધતિથી ખેતી કરે છે. પરંતુ યુએનના રાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંગઠને બાંગ્લાદેશનાઆ તરતા બગીચાઓને કૃષિ વિરાસતનો દરજ્જો આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે