રાહુલની 72 હજારી યોજનાથી દેવું વધશે, અન્ય યોજનાઓ બંધ થશે: પૂર્વ RBI ગવર્નર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશનાં 20 ટકા અત્યાધિક ગરીબોને 72 હજાર રૂપિયા વાર્ષિક ચુકવવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર વાઇ.વી રેડ્ડીનું માનવું છે કે બીજી કલ્યાણકારી યોજનાઓમાં ઘટાડો તથા રાજકોષીય નુકસાન વધવા દેવાની તૈયારી હોય તો જ લઘુત્તમ આવક ગેરેન્ટીને લાગુ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દેશનાં 20 ટકા સૌથી વધારે ગરીબ લોકોને 72 હજાર રૂપિયાની વાર્ષિક લઘુત્તમ આવકની ગેરેન્ટનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારો માટે આ પ્રકારની યોજનાઓનું ક્રિયાન્વિત કરવું મુશ્કેલ થશે કારણ કે નાણાકીય અને દેવાની સીમા માટે ઘણી હદ સુધી કેન્દ્ર પર નિર્ભર હોય છે.
હું માત્ર કેન્દ્ર અને રાજ્યનાં રાજકોષીય સંબંધોનાં સંદર્ભે વાત કરી રહ્યો છું. રાજ્ય સરકારોની પાસે બજેટ સીમિત હોય છે અને તે વધારે પૈસા નથી ખર્ચી શકતા કારણ કે દેવું લેવા માટે ભારત સરકારની પરવાનગીની જરૂર હોય છે એવામાં રાજ્યો દેવાની સીમા છે. જો તેઓ લઘુત્તમ આવક ગેરેન્ટી જેવી યોજના લાગુ કરે તો તેમણે પોતાનાં બજેટની સીમામાં જ લાગુ કરવી પડે. રેડ્ડીએ જો કે કહ્યું કે, કેન્દ્ર પાસે પોતાનાં રાજકોષીય નુકસાનની સંભાવના હોય છે અને આર્થિક મોર્ચા પર કોઇ વધારે અડચણો નથી હોતી.
પૂર્વ ગવર્નરે કહ્યું કે, આવી સ્થિતીમાં આ પ્રકારનાં કાર્યક્રમો ત્યારે જ લાગુ થઇ શકે જ્યારે કેન્દ્ર તેને પોતાનાં હાથમાં લે. જો કેન્દ્ર તેનો બજેટમાં સમાવેશ કરી શકે છે તો, રાજકોષીય જવાબદારી હવે બજેટ મેનેજમેન્ટ કાયદો (એફઆરબીએમ)નાં લક્ષ્યાંકમાં રાખવામાં આવે છે તો તમારો કોઇ જ વિરોધ ન થવો જોઇએ. જો ભારત સરકાર કહે છે કે તે પોતાની સંબંધિત પ્રાથમિકતાઓનાં આધાર પર અન્ય ખર્ચાઓ ઘટાડશે તો તે તેવું કરી શકે છે.
આ યોજનાને ગરીબો માટે અત્યંત લાભદાયી હોવા સાથે તેના વિશે અર્થશાસ્ત્રીઓ અને આર્થિક સલાહકારો સાથે ચર્ચા કરી હોવાનો દાવો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે તેમ પુછવામાં આવતા કે શું કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે તેને લાગુ કરી શકે. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, તેનાથી ગુંચવાડો વધી જશે. આર્થિક સંઘવારનાં પરિપ્રેક્ષ્યમાં નીતિ પંચે નવેસરથી સુગઠીત થવાની જરૂર છે. નીતિ આયોગનું અધિકાર ક્ષેત્ર વ્યાપક છે. કોઇ ફણ બિંદુ પર તે કેન્દ્રીત થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે