ગુજરાતના રમખાણો પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અન્સારીએ આપ્યું મોટુ નિવેદન, સરકાર પર સાધ્યું નિશાન 

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતા શનિવારે સવાલ કર્યો કે તત્કાલિન કેન્દ્ર સરકારે તેમના રક્ષામંત્રી સ્થળ પર હાજર હતાં તો પણ બંધારણની કલમ 355નો ઉપયોગ કેમ નહતો કર્યો.

ગુજરાતના રમખાણો પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અન્સારીએ આપ્યું મોટુ નિવેદન, સરકાર પર સાધ્યું નિશાન 

નવી દિલ્હી: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતા શનિવારે સવાલ કર્યો કે તત્કાલિન કેન્દ્ર સરકારે તેમના રક્ષામંત્રી સ્થળ પર હાજર હતાં તો પણ બંધારણની કલમ 355નો ઉપયોગ કેમ નહતો કર્યો. અંસારીએ આ ટિપ્પણી લેફ્ટેનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) ઝમીર ઉદ્દીન શાહના પુસ્તક 'ધ સરકારી મુસલમાન'ના વિમોચનના અવસર કરી હતી. જેમણે તે સમયે સેનાની તે વખતની ડિવિઝનનું નેતૃત્વ કર્યું હતું અને ગુજરાતના રમખાણોને શાંત કર્યા હતાં. 

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અન્સારીએ એમ પણ કહ્યું કે આતંકવાદનો કોઈ સૈન્ય ઉકેલ નથી. કારણ કે સામાન્ય સ્થિથિને લોકોના હ્રદય અને મન દિમાગ જીતીને બહાલ કરી શકાય છે. અન્સારીએ રમખાણો પર શાહના પુસ્તકની કેટલીક ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો.  તેમણે કહ્યું કે નાગરિક પ્રશાસનની પ્રારંભિક પ્રતિક્રિયા સુસ્ત હતી, કરફ્યુના આદેશ આપી દેવાયા હતાં પરંતુ તે લાગુ થયા નહતાં, શાંતિ સમિતિઓને બોલાવવા માટે કોઈ પ્રયત્ન કરાયા નહતાં અને પોલીસનું વલણ પક્ષપાતપૂર્ણ હતું. 

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો નાગરિક અને પોલીસ પ્રશાસન કાયદો અને વ્યવસ્થાની મોટા પાયે નિષ્ફળતા પર પ્રતિક્રિયા ન આપે તો લોકતાંત્રિક અને સંસદીય પ્રણાલીમાં જવાબદારી ક્યાં છે. તેમણે સવાલ કર્યો, "બંધારણની કલમ 355નો ઉપયોગ કેમ ન કરાયો. જ્યારે કેન્દ્રને એ સુવિધા હતી કે રક્ષા મંત્રી ઘટનાસ્થળે હતાં? કલમ 355 હેઠળ કેન્દ્રની એ જવાબદારી છે કે તે આંતરિક અશાંતિના સમયે રાજ્યનુ સંરક્ષણ કરે."

તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણનને 2005માં એક મલયાલમ સાપ્તાહિક સાથે ઈન્ટરવ્યુમાં સરકારની સાથે પોતાની આપત્તિનો ખુલાસો કર્યો હતો, હું તેમના શબ્દોને ટાંકુ છે કે... સેના મોકલી દેવાઈ હતી, પરંતુ તેને ફાયરિંગનો અધિકાર નહતો અપાયો અને ગુજરાત રમખાણો પાછળ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંલિપ્તાવાળુ એક ષડયંત્ર હતું."

પુસ્તકે એક વિવાદ ઊભો કર્યો છે, તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યમાં રમખાણો શરૂ થયા બાદ અમદાવાદમાં પહોંચેલી સેના માટે પરિવહન અને અન્ય સાધનસામગ્રી 'એક દિવસ બાદ' પહોંચી હતી. લેફ્ટેનન્ટ જનરલ શાહે કાર્યક્રમમાં કહ્યું કે તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોીદ અને તત્કાલિન રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ જોડે 28 ફેબ્રુઆરીની મોડી રાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને પરિવહન તથા અન્ય સાધનસામગ્રીનો સહયોગ માંગ્યો હતો. 

તેમણે કહ્યું કે "જો કે પરિવહન સુવિધા બે માર્ચના રોજ મળી." તેમણે કહ્યું કે મારા ફોર્મેશનથી સેંકડો અધિકારીઓ તેના પર બોલી શકે છે અને બટાલિયનની યુદ્ધ ડાયરી છે. જો કે અલીગઢ સ્થિત ફોરમ ફોર મુસ્લિમ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના નિર્દેશક જસીમ મોહમ્મદે શાહ દ્વારા પોતાના પુસ્તકમાં ગુજરાતની તત્કાલિન સરકારની ભૂમિકા સંબંધે કરાયેલા દાવાનો વિરોધ કર્યો છે. 

તેમણે દાવો કર્યો કે ગુજરાતની તત્કાલિન સરકાર અંગે શાહના દાવા ખોટા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે માર્ચ 2016માં મુલાકાત કરી હતી જે દરમિયાન હું પણ ઉપસ્થિત હતો અને શાહ સાહેબી 2002માં મુખ્યમંત્રી તરીકે સેનાનો સહયોગ ઉપલબ્ધ કરાવવા બદલ મોદીની પ્રશંસા કરી હતી. "એક જ સમયે બે ચીજો કેવી રીતે હોઈ શકે."

શુક્રવારે મોહમ્મદે અંસારીને એક પત્ર લખીને તેમને પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ ન લેવાની ભલામણ કરી હતી. કાર્યક્રમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત કરાયો હતો. જેમાં શાહના ભાઈ અને અભિનેતા નસીરુદ્દીન શાહ પણ હાજર હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news