ભાજપના BJYMના મંત્રીએ કરી વિવાદિત પોસ્ટ, ‘પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો’

BJYMના શહેરમંત્રી વિકાસ પટેલે પરપ્રાંતીય વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છેકે પરપ્રાંતીયો હટાવો અને ગુજરાત બચાવોનું ઝુંબેશનું આહવાન કર્યું છે.

ભાજપના BJYMના મંત્રીએ કરી વિવાદિત પોસ્ટ, ‘પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો’

અમદાવાદ: ભાજપ યુવા મોરચા ફરી વિવાદમાં આવ્યું છે.  BJYMના શહેરમંત્રી વિકાસ પટેલે પરપ્રાંતીય વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છેકે પરપ્રાંતીયો હટાવો અને ગુજરાત બચાવોનું ઝુંબેશનું આહવાન કર્યું છે. વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. આ પ્રારના નિવેદનો ભાજપના નેતાઓ તરફથી આવતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે ભાજપ પર પ્રહાર કર્યાં હતા. અને હવે પરપ્રાંતીય પર થતા હુમલાઓનો અંગે કોંગ્રેસ પર આરોપ કરી રહેલી ભાજપના મંત્રીઓનું પરપ્રાંતીયો પરનું વલણ ધીમે-ઘીમે સ્પષ્ટ થઇ રહ્યું છે. 

ભાજપ યુવા મોરચા ફરી વિવાદમાં
અમદાવાદમાં ભાજપના યુવા મોરચાના મંત્રી વિકાસ પટેલ દ્વારા આ પ્રકારે ફેસબુકમાં પરપ્રાંતીયો પરને લઇને પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે, કે ‘પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો’આ પોસ્ટના સ્ક્રીન સોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જ્યારે પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાઓ મામલે ભાજપ સરકાર કોંગ્રેસના નેતાઓના વીડિયો જાહેરમાં બતાવીને કહી રહી હતી,કે પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાઓ પાછળ કોગ્રેસના નેતાઓ જવાબદાર છે.

Vikas-Patel-BJYM

હવે ભાજપના યુવા મોરચાના મંત્રીની પોસ્ટ સામે આવતા ભારતીય જનતા પાર્ટી પણ અસમંજસમાં મૂકાશે. કારણે કે જ્યારે પણ ભાજપના કોઇ સભ્ય દ્વારા આ પ્રકારની વસ્તુઓ પોસ્ટ કરવામાં આવે છે.ત્યારે ભાજપ દ્વારા એ પ્રકારનું નિવેદન આપી દેવામાં આવે છે, કે આ વ્યક્તિ ભાજપનો સભ્ય નથી. ત્યારે હવે BJYMના મંત્રી વિકાસ પટેલ પર BJP કેવા પ્રકાની કાર્યવાહી કરવામાં આવશે તેના પર નજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news