Interesting Facts: કમરતોડ મોંઘવારીમાં પણ આ ગામમાં નથી થતો દૂધનો વેપાર, ફ્રીમાં થાય છે દૂધ, દહીં, લસ્સીનું વિતરણ

Interesting Facts: હાલ દૂધના ભાવની વાત કરીએ તો દૂધ 50 થી 60 રૂપિયા લિટરના ભાવથી મળે છે. ગરીબ પરિવાર માટે તો દૂધ લેવું પણ મુશ્કેલ થતું જાય છે. તેવામાં ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં દૂધ, દહીં જેવી વસ્તુનો વેપાર થતો નથી અને લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. 

Interesting Facts: કમરતોડ મોંઘવારીમાં પણ આ ગામમાં નથી થતો દૂધનો વેપાર, ફ્રીમાં થાય છે દૂધ, દહીં, લસ્સીનું વિતરણ

Interesting Facts: દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે. તેમાં પણ દૂધના ભાવ તો દર થોડા દિવસોમાં વધી જાય છે. દૂધ એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં રોજેરોજ થાય છે. હાલ દૂધના ભાવની વાત કરીએ તો દૂધ 50 થી 60 રૂપિયા લિટરના ભાવથી મળે છે. ગરીબ પરિવાર માટે તો દૂધ લેવું પણ મુશ્કેલ થતું જાય છે. તેવામાં ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં દૂધ, દહીં જેવી વસ્તુનો વેપાર થતો નથી અને લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. 

આ પણ વાંચો:

આજના આ સમયમાં ફ્રીમાં દૂધ સહિતની વસ્તુઓનો વિતરણ થાય તે વાત માનવામાં ન આવે પરંતુ આ હકીકત છે. હરિયાણા રાજ્યમાં એક એવું ગામ છે જ્યાં કોઈપણ વ્યક્તિ દૂધનો વેપાર કરતો નથી. હરિયાણાના ભીવાની નામના ગામ પાસે એક નાનકડો ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જ્યાં લગભગ 750 ઘર છે. આ ગામને નાથુવાસ ગામ કહેવાય છે. આ ગામના દરેક ઘરમાં બે થી ત્રણ ગાય અને ભેંસ હોય છે. પરંતુ તેમ છતાં અહીંનો એક પણ પરિવાર દૂધનો વેપાર કરતો નથી. કોઈ વ્યક્તિને જરૂર હોય તો દૂધ પૈસા લીધા વિના જ આપી દેવામાં આવે છે. 

દૂધનો વેપાર ન કરવાનું કારણ જણાવતાં સ્થાનિકો કહે છે કે, આજથી સો વર્ષથી પણ વધુ સમય પહેલા આ ગામમાં ભયંકર મહામારી ફેલાઈ હતી. મહામારીના કારણે પ્રાણીઓ મરવા લાગ્યા હતા. તે સમયે એક મહંતે જેટલા પ્રાણીઓ જીવતા બચ્યા હતા તેને એક ઝાડ સાથે બાંધી દીધા. ત્યાર પછી લોકોને એકત્ર કરીને જણાવ્યું કે આજ પછી ક્યારેય આ ગામમાં દૂધ કે દૂધથી બનેલી વસ્તુનો વેપાર કરવામાં ન આવે. તે દિવસથી અહીં રહેતા લોકો મહંતની આજ્ઞાનું પાલન કરે છે. ગામમાં રહેતા કોઈપણ વ્યક્તિએ જ્યારે પણ દૂધ વાંચવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે તે વ્યક્તિ સાથે દુર્ઘટના બની છે. આવી ઘટનાઓ બન્યા પછી લોકોએ દૂધ કે દૂધ સાથે સંબંધિત વસ્તુનું વેચાણ કરવાનું બંધ કરી દીધું. 

જોકે આ વાતને આસ્થા કહેવી કે અંધશ્રદ્ધા પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં અહીંના પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારની મહામારી જોવા મળી નથી. ગામમાં પરંપરા છે કે કોઈપણ ઘરે લગ્ન કે પ્રસંગ હોય તો તેને દૂધ ફ્રી માં આપવામાં આવે. લોકો અહીં દૂધમાં મિલાવટ પણ કરતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news