Free Petrol-Diesel: આ પેટ્રોલ પંપ પર મફતમાં અપાયું પેટ્રોલ અને ડીઝલ! લોકો ટાંકી ફૂલ કરાવવા દોડ્યા

Free Petrol-Diesel: આટલી મોંઘવારીના સમયમાં જો તમને કોઈ એમ કહે કે મફતમાં પેટ્રોલ અને ડીઝલ મળે છે તો શું કરશો? દોડશો કે નહીં? 

Free Petrol-Diesel: આ પેટ્રોલ પંપ પર મફતમાં અપાયું પેટ્રોલ અને ડીઝલ! લોકો ટાંકી ફૂલ કરાવવા દોડ્યા

Free Petrol-Diesel: આટલી મોંઘવારીના સમયમાં જો તમને કોઈ એમ કહે કે મફતમાં પેટ્રોલ અને ડીઝલ મળે છે તો શું કરશો? દોડશો કે નહીં? જો કે હાલમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો તો થઈ ગયો પરંતુ મોંઘવારી તો હજુ પણ લોકોને દઝાડી રહી છે તેમાં કોઈ બેમત નથી. આવામાં જ્યારે લોકોને ખબર પડી કે પેટ્રોલ-ડીઝલ સસ્તું મળી રહ્યું છે તો પછી તો ખુશીથી પાગલ થઈ ગયેલા લોકોએ જે દોટ મૂકી....તમને એમ થતું હશે કે આ રીતે મફતમાં પેટ્રોલ મળ્યું કેવી રીતે તો તમને જણાવી દઈએ કે આ એક યૂટ્યુબરના કમાલથી મફતમાં મળ્યું. કઈ રીતે? જવાબ મેળવવા માટે વાંચો અહેવાલ...

વાત જાણે એમ છે કે એક યૂટ્યુબરે ક્રેઝી પેટ્રોલ પંપ નામનો એક વીડિયો બનાવ્યો અને લોકોમાં મફત પેટ્રોલ લેવાની જાણે હોડ જામી. આ યૂટ્યુબરને એવો વિચાર આવ્યો કે જો લોકોને ફ્રીમાં પેટ્રોલ આપવામાં આવે તો તેમને કેવું લાગતું હશે? બસ લોકોના રિએક્શન તે કેમેરામાં કેદ કરવા માંગતો હતો અને તેણે થોડા કલાક માટે પેટ્રોલ પંપ ખુલ્લો મૂકાવી દીધો. યૂટ્યુબરની ચેનલ Crazy XYZ પર આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઢગલો લોકો પોતાની ગાડીની ટાંકી ફૂલ કરાવતા જોવા મળે છે. આ વીડિયો અત્યાર સુધીમાં 37 લાખથી પણ વધુ વખત જોવાયો છે. 

જુઓ Video

એક પોસ્ટર પણ જોવા મળી રહ્યું છે જેના દ્વારા લોકોને આ મફત પેટ્રોલનો આઈડિયા જાણવા મળ્યો હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં તો લોકોને આ પેટ્રોલ મફતમાં મળવાની વાત જાણે મજાક લાગે છે. પરંતુ પછી ખબર પડી કે આ તો ખરેખર પેટ્રોલ મફતમાં મળે છે તો દોડ લગાવી. વીડિયો શેર કરતા યૂટ્યુબરે એવો પણ દાવો કર્યો કે તેણે એક લાખ રૂપિયાનું પેટ્રોલ લોકોની ગાડીઓમાં ફ્રીમાં ભરી આપ્યું. યૂટ્યુબરના આ ગજબના આઈડિયાથી લોકોને તો ચાંદી થઈ ગઈ. મફતમાં પેટ્રોલ અને ડીઝલ મળી ગયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news