શ્રદ્ધાંજલિ સભામાં બેલી ડાન્સરે કમર લચકાવી સલમાનના ગીત પર કર્યો ડાન્સ, Video જોઈ સ્તબ્ધ થશો

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યૂઝર્સ તો ખુબ ગુસ્સે ભરાયા અને બોલ્યા આ શું મજાક છે?

શ્રદ્ધાંજલિ સભામાં બેલી ડાન્સરે કમર લચકાવી સલમાનના ગીત પર કર્યો ડાન્સ, Video જોઈ સ્તબ્ધ થશો

Viral Video: આપણા કોઈ સ્વજન કે નીકટના સંબંધીનું મૃત્યુ થાય તો તે ખુબ દુ:ખદ પળ હોય છે. માણસને ગુમાવવાનું દુ:ખ એ કઈ જેવું તેવું દુ:ખ નથી. ભારતમાં જ્યારે હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે મૃતકના આત્માને શાંતિ મળે તે માટે વિભિન્ન પ્રકારના અનુષ્ઠાન થતા હોય છે. પ્રાર્થના સભા, બારમા- તેરમાનું ભોજન વગેરે આયોજન કરાય છે. જ્યાં પરિજનો અને નીકટના સંબંધીઓ મૃતકને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. આવો જ એક શ્રદ્ધાંજલિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો જેણે પણ જોયો તેની આંખો પહોળી થઈ ગઈ કારણ કે સામાન્ય રીતે જે જોવા મળતું હોય છે તેના કરતા આ વીડિયોમાં કઈક અલગ જ જોવા મળ્યું. 

વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ
જો તમને કહીએ કે શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયેલા હતા તેમને ડાન્સ જોવા મળ્યો તો તમને કેવું લાગે? એ પણ પાછો હોટ બેલી ડાન્સ....સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંચ પર વૃદ્ધ પુરુષ અને મહિલાની તસવીર જોવા મળે છે. જેને જોઈને કહી શકાય કે આ કોઈ શ્રદ્ધાંજલિ સભા હશે. સ્ટેજ પર એક બેલી ડાન્સર શ્રદ્ધાંજલિ સભામાં સલમાન ખાનના વોન્ટેડ ગીત પર પરફોર્મ કરી રહેલી જોવા મળે છે. લોકો પણ આવા ગમગીન પ્રસંગે ડાન્સનો જાણે લ્હાવો લેતા હોય તેવું લાગ્યું. કોઈ વીડિયોગ્રાફર પાછો આ ડાન્સ કેમેરામાં કેદ પણ કરી રહ્યો છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અનેક મીમ્સ પેજ પર શેર કરાયો. એક પેજે વીડિયો શેર કરીને લખ્યું કે 'પરંતુ કેમ?'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meemlogy (@meemlogy)

હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે. લોકો જોઈને ચોંકી ગયા છે કે આખરે આવા દુ:ખદ પ્રસંગે આવું કઈ રીતે? કેટલાક તો તેને અપમાન ગણાવ્યું. જ્યારે કેટલાકે મજાક ઉડાવી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મીમોલોજી નામના એકાઉન્ટથી શેર કરાયો છે. અત્યાર સુધીમાં 50 હજાર લોકોએ વીડિયો લાઈક કર્યો છે. જ્યારે લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો પર કેટલાક લોકોએ પ્રતિક્રિયા પણ આપી. જેમાં એક યૂઝરે લખ્યું કે 'શ્રદ્ધાંજલિના નામ પર શ્રદ્ધા અને અંજલિને નચાવી દીધા'. અન્ય એક યૂઝરે મજાકમાં લખ્યું કે 'અમારી છેલ્લી ઈચ્છા છે કે મૃત્યુ બાદ કોઈ ન રડે'. ત્રીજા યૂઝરે તો લખ્યું કે 'દાદાજીની છેલ્લી ઈચ્છા પણ આ જ રહી હશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news