G20 summit 2023: PM મોદીને મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ શું કહ્યું તે જાણો
Joe Biden India Visit: ભારતમાં આયોજિત થઈ રહેલી જી20 સમિટમાં સામેલ થવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દિલ્હી પહોંચી ચૂક્યા છે. જો બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર ભારતના પ્રવાસે આવ્યા છે. એરપોર્ટ પર જો બાઈડેનનું ઉષ્માભર્યું સ્વાગત થયું. કેન્દ્રીય મંત્રી વી કે સિંહે જો બાઈડેનને રિસીવ કર્યા. ત્યારબાદ જો બાઈડેને પીએમ મોદી સાથે મુલાકાત કરી.
Trending Photos
Joe Biden India Visit: ભારતમાં આયોજિત થઈ રહેલી જી20 સમિટમાં સામેલ થવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દિલ્હી પહોંચી ચૂક્યા છે. જો બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર ભારતના પ્રવાસે આવ્યા છે. એરપોર્ટ પર જો બાઈડેનનું ઉષ્માભર્યું સ્વાગત થયું. કેન્દ્રીય મંત્રી વી કે સિંહે જો બાઈડેનને રિસીવ કર્યા. ત્યારબાદ જો બાઈડેને પીએમ મોદી સાથે મુલાકાત કરી. પીએમ આવાસ પર ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષી મંત્રણા થઈ. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને નેતાઓની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે.
પીએમ મોદીનું ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 7 લોક કલ્યાણ માર્ગ પર જો બાઈડેનનું સ્વાગત કરીને ખુશી થઈ. અમારી મુલાકાત ખુબ સાર્થક રહી. અમે અનેક વિષયો પર ચર્ચા કરવામાં સક્ષમ થયા જે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક અને લોકો વચ્ચે સંબંધોને આગળ વધારશે. અમારા દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક ભલાઈને આગળ વધારવામાં એક મહાન ભૂમિકા ભજવતી રહેશે.
Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ
— Narendra Modi (@narendramodi) September 8, 2023
મોદી-બાઈડેનની મુલાકાતના મુદ્દા
પીએમ મોદી અને જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. બાઈડેને પીએમ મોદીને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે શુભેચ્છા પણ પાઠવી. સંભાવના છે કે મીટિંગમાં રક્ષા સહયોગ, કાઉન્ટર ટેરરિઝમ, સુરક્ષા સહયોગ, સાઈબર સુરક્ષા સહયોગ, વેપાર અને આર્થિક સંબંધ, ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર, વેપાર અને રોકાણ, ઉર્જા ક્ષેત્ર, જળવાયુ પરિવર્તન, અંતરિક્ષ સહયોગ, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ, શિક્ષણ, સાંસ્કૃતિક સહયોગ, ઈન્ડો પેસેફિક, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય સંબંધ અને ટેક્નોલોજી પર વાત થઈ હશે.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ પોતાના અધિકૃત એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનૌથ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પોતાની બેઠકની વાત કરી હતી. પીએમ મોદી 8 થી 10 સપ્ટેમ્બર વચ્ચે દુનિયાભરના નેતાઓ સાથે 15થી વધુ દ્વિપક્ષીય બેઠક કરશે. તેમણે કહ્યું કે દ્વિપક્ષીય બેઠકો મિત્રતા અને સહયોગના બંધનને વધુ ગાઢ બનાવશે.
પીએમ મોદીએ કહ્યું કે મને દિલ્હીના ભારત મંડપમમાં 18મી જી20 સમિટની મેજબાની કરવામાં ખુશી થઈ રહી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું આગામી 2 દિવસમાં વૈશ્વિક નેતાઓ સાથે સાર્થક ચર્ચાની આશા કરું છું. આ મારો દ્રઢ વિશ્વાસ છે કે નવી દિલ્હીમાં થનારી જી20 બેઠક માનવ કેન્દ્રીત અને સમાવેશી વિકાસમાં એક નવો રસ્તો નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે