Gandhi Jayanti: પોતાના જન્મદિવસે 2જી ઓક્ટોબરે ગાંધીજી શું કરતા હતા? ખાસ જાણો
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની 154મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા અને કેવી રીતે ઉજવતા હતા.
Trending Photos
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની 154મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા અને કેવી રીતે ઉજવતા હતા. થોડા વખત પહેલા ગાંધીવાદી રામચંદ્ર રાહીએ કહ્યું હતું તે મુજબ કદાચ ગાંધીજી જન્મદિવસ ઉજવતા નહતા. પરંતુ લોકો તેમના જન્મદિવસનો ઉત્સવ ઉજવતા હતા. તેમણે વર્ષો પહેલા ગાંધીજીએ કહેલા કથનોનો ઉલ્લેખ કરતા કહ્યું જ્યારે વર્ષ 1918માં ગાંધીજીએ પોતાના જન્મદિવસ ઉજવનારા લોકોને કહ્યું હતું કે 'મારા મૃત્યુ બાદ મારી કસૌટી હશે કે હું જન્મદિવસ ઉજવવાને લાયક છું કે નહીં.'
તો પછી જન્મદિવસે બાપૂ શું કરતા હતા?
દેશભરમાં ફેલાયેલી ગાંધીવાદી સંસ્થાઓની માતૃસંસ્થા, ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે આ ગંભીર દિવસ રહેતો હતો. આ દિવસે તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, ચરખો ચલાવતા હતાં, અને મોટાભાગે મૌન ધારણ કરતા હતા. કોઈ પણ મહત્વપૂર્ણ દિવસ તેઓ આ જ રીતે મનાવતા હતા.
પરંતુ સરકાર આજે ગાંધી જયંતી પર જાત જાતના સમારોહનું આયોજન કરે છે. જો કે કોરોનાકાળમાં તો આ અનેક બાબતો ધ્યાનમાં રાખીને સમારોહનું આયોજન કરવું પડે છે. વર્ષભર કાર્યક્રમો ચાલતા રહે છે. રાહીએ કહ્યું કે સરકાર જો ખરેખર ગાંધીજીનો જન્મ દિવસ ઉજવવા માંગતી હોય તો તેઓએ ગાંધીના વિચારો પર સમાજને આગળ લઈ જવાની કોશિશ કરવી જોઈએ.હાલ સરકાર ગાંધીના જન્મદિવસને સફાઈ સાથે જોડે છે.
ગાંધી જયંતીના પરિપેક્ષ્યમાં સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન ચાલે છે તેના પર રાહીએ કહ્યું કે 'જો સફાઈ અંગે વિચારીએ તો પહેલું કામ એ હોવું જોઈએ કે દેશમાં સફાઈ કરનારાઓને એવી સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ, જેનાથી તેમણે ગટરમાં ઉતરીને સફાઈ ન કરવી પડે. સફાઈકર્મીઓને મોતના મોમાં ધકેલવા એ સરકાર માટે શરમની વાત છે.'
75મો જન્મદિવસ હતો અપવાદ
ગાંધીજી આમ તો પોતાનો જન્મદિવસ ઉજવવામાં માનતા નહતા પરંતુ તેમનો 75મો જન્મદિવસ અપવાદ હતો. 75મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તે દિવસે ગાંધીજીને કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટમાં ભેગા થયેલા ફંડ વિશે પણ જાણવા મળ્યું. આ ફંડ ગાંધીજીના પત્ની કસ્તુરબાની યાદમાં સ્થાપવામાં આવ્યું હતું. જેમનું 22 ફેબ્રુઆરી 1944ના રોજ નિધન થયું હતું. તે સમયે તેઓ પુનાની આગા ખાન પેલેસમાં અટકાયતમાં હતા.
જ્યારે સ્મારક ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવાયો અને કમિટી બની ત્યારે ગાંધીજી જેલમાં હતા. તે વખતે 75 લાખ રૂપિયાનો ફાળો ભેગો કરવાનો ટાર્ગેટ રખાયો હતો કારણ કે ગાંધીજીનો તે વખતે 75મો જન્મદિવસ હતો. ભારત છોડો ચળવળના કારણો ઘણા બધા કોંગ્રેસ નેતાઓ જેલમાં હતા જેને કારણે ભીતિ સેવાઈ રહી હતી કે ફાળો ભેગો કરવા માટે તકલીફ પડશે. પરંતુ આશ્ચર્ય વચ્ચે ફાળો ભેગો થઈ ગયો અને તે પણ બધાની અપેક્ષા કરતા એક કરોડ કરતા વધુનો ફાળો ભેગો થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે