PM Modiએ ફરી એકવાર દેશવાસીઓને આપ્યો કોરોનાથી બચવાનો નવો મંત્ર, જાણો શું કહ્યું...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ફરી એકવાર દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં.' પ્રધાનમંત્રી મોદીએ 'દો ગજ કી દૂરી, માસ્ક હે જરૂરી'ના મંત્ર પણ ન ભૂલવાની સલાહ આપી છે.
PM Modiએ ફરી એકવાર દેશવાસીઓને આપ્યો કોરોનાથી બચવાનો નવો મંત્ર, જાણો શું કહ્યું...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ફરી એકવાર દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં.' પ્રધાનમંત્રી મોદીએ 'દો ગજ કી દૂરી, માસ્ક હે જરૂરી'ના મંત્ર પણ ન ભૂલવાની સલાહ આપી છે.

પ્રધાનમંત્રીનો મંત્ર
પ્રધાનમંત્રીએ કહ્યું, હું વારંવાર કહું છું, યાદ રાખો, કૃપા કરીને મારી વાતને પણ અનુસરો. જુઓ, જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં. દો ગજ કી દૂરી, માસ્ક હે જરૂરી, આ મંત્રને ભૂલવાના નથી. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવું જોઇએ.

કોરોનાથી હમેશાં સતર્ક રહેવાનું છ: PM મોદી
પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બની તૈયાર થયેલા ઘરોના ઉદ્ઘાટન કાર્ય દરમિયાન લોકોને કોરોનાથી હમેશાં સતર્ક રહેવાની સલાહ આપી છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દવાની વાત કરવાની સાથે સંદેશ આપ્યો છે છે કે જ્યાં સુધી વેક્સીન આવતી નથી, ત્યાં સુધી લોકો વધારે સાવધાની રાખે.

આવાસ યોજનાના લાભાર્થિઓને પીએમનું સંબોધન
પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થિઓને સંબોધિત કરતા કહ્યું, તમને બધા મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે, આ ઘર તમારા સારા ભવિષ્ય માટે નવો આધાર છે. અહીંથી તમે તમારા નવા જીવનની શરૂઆત કરો. તમારા બાળકોને, તમારા પરિવારને હવે તમે નવી ઉંચાઈયો પર લઇ જાઓ. તમે આગળ વધશો તો દેશ પણ આગળ વધશે. (ઇનપુટ- આઇએએનએસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news