વેંકૈયા નાયડૂની અપીલથી ખતમ થશે રાજ્યસભાનો હંગામો? સાત બિલ પર ચર્ચા માટે તૈયાર વિપક્ષ

સૂત્રોએ કહ્યુ કે બેઠકની અધ્યક્ષતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કરી, જેમણે ફરીથી બધા પક્ષોને ગૃહને સામાન્ય રૂપથી કામકાજ કરાવવામાં સક્ષમ બનાવવાની અપીલ કરી છે. 

વેંકૈયા નાયડૂની અપીલથી ખતમ થશે રાજ્યસભાનો હંગામો? સાત બિલ પર ચર્ચા માટે તૈયાર વિપક્ષ

નવી દિલ્હીઃ પેગાસસ સ્પાઇવેર મુદ્દા પર સંસદમાં 11 દિવસથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે સરકાર અને વિવિધ વિપક્ષી દળોએ રાજ્યસભામાં એક વૈધાનિક પ્રસ્તાવ અને સાત બિલ લાવવાના સંબંધમાં મંગળવારે સહમતિ વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સંસદના ઉપલા ગૃહમાં કરવામાં આવતા કાર્યની રૂપરેખા તૈયાર કરવા માટે થયેલી બેઠકમાં આ બિલ પર ચર્ચા માટે 17 કલાકનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સૂત્રોએ કહ્યુ કે બેઠકની અધ્યક્ષતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કરી, જેમણે ફરીથી બધા પક્ષોને ગૃહને સામાન્ય રૂપથી કામકાજ કરાવવામાં સક્ષમ બનાવવાની અપીલ કરી છે. 

નાયડૂની રક્ષા અને ગૃહ મંત્રીઓ સહિત સરકારના સર્વોચ્ચ નેતૃત્વ સાથે મુલાકાત બાદ, બેઠકમાં કેન્દ્રએ કિસાનોના મુદ્દા, મોંઘવારી અને દેશમાં આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. નાયડૂએ અન્ય દળો પાસે તેને આગળ વધારવાનો આગ્રહ કર્યો, પરંતુ વિપક્ષ પેગાસસ જાસૂસી વિવાદ અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને થનારા ખતરા પર ચર્ચા પર ભાર આપ્યો હતો. 

સૂત્રોએ હાલમાં જાહેર થયેલા સૂચના અને ટેક્નોલોજી નિયમોને રદ્દ કરવા માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના સભ્ય બિનોય વિશ્વમ અને એમવી શ્રેયમ્સ કુમાર દ્વારા આપવામાં આવેલી નોટિસ માટે જવા પર પણ સહમતિ થઈ છે. 

પરંતુ વિપક્ષ કોઈપણ કામકાજ શરૂ કરતા પહેલા પેગાસસ મુદ્દા પર ચર્ચા કરાવવા પર ભાર આપી રહ્યું છે. વિપક્ષના એક સભ્યએ કહ્યુ- જ્યાં સુધી જાસૂસીના મુદ્દા પર ચર્ચા નહીં થાય ત્યાં સુધી ગૃહમાં કોઈ કામકાજ થશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news