કર્ણાટકમાં BJPને સરકાર બનાવવાનું આમંત્રણ, કોંગ્રેસ બોલી- અમારી પાસે બે રસ્તા

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા આવતીકાલે સવારે 9.30 કલાકે શપથ ગ્રહણ કરશે. 

 કર્ણાટકમાં BJPને સરકાર બનાવવાનું આમંત્રણ, કોંગ્રેસ બોલી- અમારી પાસે બે રસ્તા

નવી દિલ્હીઃ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવાવ માટે મોકો આપ્યા બાદ કોંગ્રેસે તેને અયોગ્ય પગલું ગણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ત્યારબાદ પત્રકાર પરિષદ કરી કહ્યું કે, અમને જાણવા મળ્યું કે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનો મોકો આપ્યો છે. 

 

— ANI (@ANI) May 16, 2018

આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, તેમની પાસે બે વિકલ્પ છે. તે આ મામલાને લઈને રાષ્ટ્રપતિ પાસે જશે અથવા કોર્ટમાં જશે. પાર્ટી નેતા આ વિશે વિચાર કરશે કે કયું પગલું ભરવામાં આવે. 

— ANI (@ANI) May 16, 2018

બીજીતરફ કર્ણાટકમાં બાજર પાર્ટીના સીનિયર નેતા અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યપાલ પર ભાજપ અધ્યક્ષ અને પીએમનો દબાવ છે. તેમણે આરોપ લદાવ્યો કે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દબાવમાં કામ કરી રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવનાથી કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, બહુમત કોંગ્રેસની સાથે છે તેથી કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news