ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વૈશ્વિક સ્થિતિને જોતા કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ ફરીથી શરૂ કરવા માટે નક્કી તારીખની ફરી સમીક્ષા કરવામાં આવશે.

ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો

નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી મોદી તરફથી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં રવિવારે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓમિક્રોનના સ્વરૂપને ધ્યાનમાં રાખી વૈશ્વિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, બચાવ ઉપાયોને મજબૂત કરવા પર ચર્ચા થઈ. ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રિકો, વિશેષ રૂપથી જોખમ શ્રેણીના રૂપમાં ઓળખ થનારા દેશોથી આવનારની તપાસ, સર્વેલાન્સની એસઓપીની સમીક્ષા કરશે. ગૃહ મંત્રાલયે તે પણ નિર્ણય લીધો છે કે કોવિડ-19ના સ્વરૂપ માટે જીનોમ સિક્વેન્સિંગને વધુ તેજ કરવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વૈશ્વિક સ્થિતિને જોતા કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ ફરીથી શરૂ કરવા માટે નક્કી તારીખની ફરી સમીક્ષા કરવામાં આવશે. તપાસ પ્રોટોકોલને કડક બનાવવા માટે એરપોર્ટ, બંદરોના સ્વાસ્થ્ય અધિકારીઓને સંવેદનશીલ બનાવવામાં આવશે. તો દેશની અંદર મહામારીની ઉભરતી સ્થિતિ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળેલા કોરોના વાયરસના ચિંતાજનક નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં મુસાફરી પર પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ઘણા પરિવર્તનો સાથેનો આ પ્રકાર ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે અને રસીને પણ હરાવી શકે છે. જો કે, વૈજ્ઞાનિકો હજુ પણ આની તપાસ કરી રહ્યા છે અને પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news