ગુર્જરોને અનામત્ત આપી હવે સરકારે ભર્તીઓનો આદેશ અટકાવી દેતા વિરોધ
ગુર્જર અનામત્તે નવો વળાંક લીધો છે સરકાર દ્વારા 09-12-16થી 21-12-17ની ભર્તીઓમાં આદેશ 2 જુલાઇએ બહાર નહી પાડવાનાં કારણે એક વખત ફરી મુદ્દો ગંભીર બની ગયો છે
Trending Photos
જયપુર : ગુર્જર અનામત્તમાં એકવાર ફરીથી નવો વળાંક આવી ગયો છે. રાજસ્થાન સરકાર દ્વારા સોમવારે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે, પછાત વર્ગ હેટળ આવતી ગુર્જર સહિતની પાંચ જાતીઓ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નિયુક્તિઓ માટે અન્ય પછાત વર્ગની શ્રેણી અંતર્ગત 1 ટકા અનામતની હકદાર છે. કાર્મિક વિભાગની તરફથી 2 જુલાઇએ એક આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં 1 જુલાઇની તારીખ વાળા આદેશને સ્પષ્ટ કરતા કહ્યું હતું કે અતિ પછાત વર્ગોને અન્ય પછાત વર્ગ અંતર્ગત 1 ટકા અનામત્તનો અધિકાર છે. તમામ કેબિનેટને અનામત્તને મંજુરી આપી દેવાઇ છે.
જો કે હવે ગુર્જર અનામત્તે નવો વળાંક લીધો છે. સરકાર દ્વારા 9.12.16થી 21.12.16ની ભર્તીઓનાં આદેશને 2 જુલાઇએ ઇશ્યું નહી કરવાનાં કારણે એકવાર ફરીથા આ કેસ ગંભીર થઇ ગયો છે. સરકારનાં આદેશ બાદ ગુર્જર નેતા હિમ્મત સિંહે એક નિવેદનમાં કહ્યું કે, જો સરકાર આજે આદેશ પસાર નહી કરે તો 7 જુલાઇએ વડાપ્રધાન મોદીની યાત્રાનો ગુર્જરો દ્વારા વિરોધ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારનાં ગુર્જરોને અનામત્ત આપવાનાં નિર્ણય અંગે હા પાડી દીધી હતી. ત્યાર બાદ હિમ્મતસિંહે કહ્યું હતું કે હવે તેઓ વડાપ્રધાન મોદીની યાત્રાનો કોઇ પણ પ્રકાર વિરોધ નહી કરે. જો કે સરકારે આ નિર્ણયથી નાખુશ હિમ્મતસિંહે એકવાર ફરીથી વડાપ્રધાન મોદીનો વિરોધ કરવા અંગેનું નિવેદન આપી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે