મિત્ર બન્યો શેતાન, નજીવા કારણસર 7 વર્ષના બાળક સામે જ માતા પિતાની નિર્દયતાથી હત્યા કરી

ગુરુગ્રામના ગામ ડૂંડાહેડામાં ગુરુવારે વહેલી સવારે એક દંપત્તિની ચાકૂ ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી. બદમાશોએ આ હિચકારા હત્યાકાંડને દંપત્તિના 7 વર્ષના પુત્રની નજર સામે જ અંજામ આપ્યો.

મિત્ર બન્યો શેતાન, નજીવા કારણસર 7 વર્ષના બાળક સામે જ માતા પિતાની નિર્દયતાથી હત્યા કરી

ગ્રુરુગ્રામ: ગુરુગ્રામના ગામ ડૂંડાહેડામાં ગુરુવારે વહેલી સવારે એક દંપત્તિની ચાકૂ ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી. બદમાશોએ આ હિચકારા હત્યાકાંડને દંપત્તિના 7 વર્ષના પુત્રની નજર સામે જ અંજામ આપ્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ હાલ પ્રાથમિક માહિતી ભેગી કરી રહી છે કે વારદાતને અંજામ આપતા પહેલા હત્યારાઓએ પતિને દારૂ પીવડાવ્યો હતો કે નહીં. 

આ જાણકારી ગુરુગ્રામના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બિરમ સિંહે આપી. જે મકાનમાં દંપત્તિની હત્યા થઈ ત્યાં પતિ પત્ની ભાડે રહેતા હતાં. પત્ની જ્યોતિની સાથે જેની હત્યા થઈ તે વિક્રમ સિંહ (31) મૂળ ચકરનગર બંધ, જિલ્લા ઈટાવા યુપીનો રહીશ હતો. 

ગુરુગ્રામ પોલીસના જણાવ્યાં મુજબ બેવડા હત્યાકાંડમાં સંદિગ્ધની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ અભિનવ છે. આરોપીને ભીડે ઘટનાસ્થળેથી જ દબોચીને પોલીસના હવાલે કરી દીધો. હત્યાનો આરોપી અભિનવ અને વિક્રમ જૂના મિત્રો હતા. 

જુઓ LIVE TV

આ હત્યાકાંડને ગુરુવારે વહેલી સવારે અંજામ અપાયો, ગુરુગ્રામ પોલીસના જણાવ્યાં મુજબ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને વિક્રમ પાસેથી 2-3 વર્ષ પહેલા દોઢ લાખ રૂપિયા લેવાયા હતાં. પરંતુ અભિનવ નોકરી અપાવી શક્યો નહીં. આ વાતને લઈને ઘટનાવાળી રાતથી બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. તે સમયે અભિનવે ચાકૂથી વિક્રમ પર તાબડતોબ વાર કર્યાં. પતિને બચાવવા માટે પત્ની જ્યોતિ પણ વચ્ચે આવી તો અભિનવે તેને પણ ચાકૂના ઘા ઝીંકી દીધા. 

શોરબકોર સાંભળીને જ્યારે મકાન માલિક તથા અન્ય લોકો રૂમમાં પહોંચ્યા તો રૂમમાં દંપત્તિનો 7 વર્ષનો પુત્ર ડરેલો અને સહેમી ગયેલો ઊભો હતો. ભીડે હત્યાના આરોપી અભિનવને ચાકૂ સહિત ઘટનાસ્થળેથી દબોચ્યો. કહેવાય છે કે વિક્રમ સિંહ એક ખાનગી કંપનીમાં વરિષ્ઠ સલાહકાર હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news