Video: પતિની વધુ એક સફળતા પર જાહેરમાં ઈમોશનલ થઈ અનુષ્કા

દેશના સૌથી જૂના સ્ટેડિયમમાંથી એક ઐતિહાસિક ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (firoz shah kotla stadium) નું નામ અરુણ જેટલી (Arun Jaitley) સ્ટેડિયમ હશે. દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરીને પોતાના દિવંગત પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી (Arun Jaitley) ને સન્માનિત કર્યું. સાથે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) પણ હાજર રહ્યા.
Video: પતિની વધુ એક સફળતા પર જાહેરમાં ઈમોશનલ થઈ અનુષ્કા

નવી દિલ્હી :દેશના સૌથી જૂના સ્ટેડિયમમાંથી એક ઐતિહાસિક ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (firoz shah kotla stadium) નું નામ અરુણ જેટલી (Arun Jaitley) સ્ટેડિયમ હશે. દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરીને પોતાના દિવંગત પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી (Arun Jaitley) ને સન્માનિત કર્યું. સાથે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) પણ હાજર રહ્યા.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વિરાટ કોહલીને મળેલા સન્માન માટે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. 

હકીકતમાં, આ સ્ટેડિયમમાં સ્ટેન્ડનું નામ વિરાટ કોહલી (Virat Kohli) ના નામ પર રાખવામાં આવશે. તેના માટે વિરાટનું નામ જ્યારે સ્ટેજ પર બોલવામાં આવ્યું, તો વિરાટે પોતાના પિતા સાથે જોડાયેલી એક વાત કહી. જેને સાંભળીને અનુષ્કા શર્મા એટલી ઈમોશનલ થઈ ગઈ હતી કે, તેણે પતિના હાથ પર કિસ કરી હતી. અનુષ્કાને આવી રીતે ઈમોશનલ થતા જોઈને વિરાટે પણ પત્નીનો હાથ પકડી લીધો હતો અને આ પ્રેમભરી મોમેન્ટ કેમેરામાં કેદ થઈ હતી. અનુષ્કા અને વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

A post shared by Virushka_fever (@virushka_fever) on

વિરાટે આ પ્રસંગે કહ્યું હતું કે, આ મારા માટે બહુ જ મહત્વનું બની ગયું છે કે, આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે શ્રી અરુણ જેટલીના નામ પર સ્ટેડિયમનુ નામ રાખવામાં આવી રહ્યું છે. જેટલીજી મારા પિતાના નિધન પર મારા ઘરે આવ્યા હતા. તેમણે મને બહુ જ પ્રેરિત કર્યા હતા.

— Virat Kohli (@imVkohli) September 12, 2019

આ ઈવેન્ટમાં વિરાટ અને અનુષ્કારની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ વેળાએ ટીમ ઈન્ડિયાના તમામ પ્લેયર્સ તથા કોચ રવિ શાસ્ત્રી પણ હાજર રહ્યા હતા.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news