Haryana Assembly Election Results 2019: ટ્રેન્ડના આંકડા બદલાયા, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

21 ઓક્ટોબરથી હરિયાણા વિધાનસભાના 90 સભ્યોના પરિણામ માટે ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીનો (ઇવીએમ)માં ગરબડી અને કેટલાક સ્થળો પર સામાન્ય મારામારી વચ્ચે 1.83 કરોડથી વધુ મતદારોમાંથી 62 ટકાએ મતદાન કર્યું હતું. હરિયાણામાં લગભગ 62 ટકા મતદાન થયું હતું. 

Haryana Assembly Election Results 2019: ટ્રેન્ડના આંકડા બદલાયા, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હી: નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો 2019  (Haryana Assembly Election Result 2019) : હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા મતદાનની ગણતરી શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં સવારે 8:05 વાગ્યાથી જ પ્રથમ ટ્રેન્ડ ભાજપના પક્ષમાં આવ્યો હતો. તો બીજી તરફ સવારે 8:10 વાગ્યા સુધી ટ્રેન્ડના વલણોમાં ભાજપ 8, કોંગ્રેસ 1 તો જેજેપી 1 સીટ પર આગળ છે. 

રાજ્યના પરિણામો ત્યાંના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)નું કદ નક્કી કરશે. જો રાજ્યમાં ગત કરતાં વધુ સીટો આવી તો મુખ્યમંત્રીનું પાર્ટીમાં કદ વધશે, તો બીજી તરફ સીટોનું નુકસાન થયું તો પાર્ટીના અંદરખાને બંને નેતૃત્વ પર પણ સવાલ ઉભા થશે. 

સવારે 9.59 વાગે: હરિયાણામાં અપક્ષ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 10 ટકા સીટો પર અપક્ષે બઢત બનાવી છે. 9 સીટો પર આગળ છે. ત્રણથી ચાર સીટો પર તે મુકાબલામાં છે. ​

સવારે 9.38 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ફરી આંકડો બદલાયો છે. તેમાં ભાજપ 43 સીટો પર આગળ થઇ ગઇ છે. જ્યારે કોંગ્રેસ 39 સીટો પર બઢત બનાવી છે. તો બીજી તરફ જેજેપી કિંગમેકરની ભૂમિકામાં આવતાં 7 સીટો પર આગળ રહી તો ઇનેલા ફક્ત એક સીટ પર બઢત બનાવી છે. 

સવારે 9.25 વાગે: ટ્રેન્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળશે. 

સવારે 9.21 વાગ્યા સુધી 90 સીટો સામે આવેલા ટ્રેન્ડમાં આંકડા અચાનક અને બદલાયા. તેમાં ભાજપને 44 તો કોંગ્રેસ 40 સીટો પર બઢત બનાવી હતી, તો બીજી ઇનેલો 2, જ્યારે જેજેપી 3 સીટો પર બઢત બનાવી હતી. 

સવારે 9.14 વાગ્યા સુધી 90 સીટોના ટ્રેન્ડ સામે આવ્યા અને આંકડા બદલાયા. તેમાં ભાજપને 44, કોંગ્રેસ 39, ઇનેલો 2, જ્યારે જેજેપી 3 સીટો પર બઢત બનાવી હતી. 

સવારે 8.50 વાગ્યા સુધી 80 સીટોના ટ્રેન્ડ સામે આવ્યા છે જેમાં ભાજપને બહુમતનો આંકડો મળી ગયો છે. ટ્રેન્ડમાં ભાજપ 51, કોંગ્રેસ 23, જેજેપી 4 તો ઇનેલોએ 2 સીટો પર બઢત બનાવી છે. 

સવારે 8.41 વાગ્યા સુધી 71 સીટોના ટ્રેન્ડ સામે આવ્યા છે જેમાં ભાજપને બહુમતનો આંકડો મળી ગયો છે. ટ્રેન્ડમાં ભાજપ 46, કોંગ્રેસ 19, જેજેપી 4 તો ઇનેલોએ 2 સીટો પર બઢત બનાવી છે. 

સવારે 8.37 વાગ્યા સુધી આદમપુર સીટ પરથી કોંગ્રેસના કુલદીપ બિશનોઇ તો ગડહ સાંપલા-કિલોઇથી ભૂપેંદ્વ સિંહ હુડ્ડા પણ આગળ ચાલી રહ્યા હતા. તો બીજી તરફ અંબાલા કેન્ત પરથી અનિલ વિજ આગળ હતા. કરનાલ પરથી સીએમ મનોહર લાલ ખટ્ટર આગળ હતા. 

સવારે 8:35 વાગ્યા સુધી કૈથલ સીટ પરથી કોંગ્રેસ રણદીપ સુરજેવાલ તો મહેંદ્વગઢ પરથી ભાજપના રામબિલાસ શર્મા આગળ ચાલી રહ્યા છે. 

સવારે 8.31 વાગે: હરિયાણામાં 49 સીટોના ટ્રેન્ડ સામે આવી ગયા. તેમાં ભાજપ 36 સીટો પર આગળ હતી, જ્યારે કોંગ્રેસ 9, ઇનેલો 1 અને જેજેપીએ 3 સીટો પર બઢત બનાવી હતી. 

સવારે 8.23 વાગે: હરિયાણામાં 41 સીટોના ટ્રેન્ડ સામે આવી ગયા. તેમાં ભાજપ 31 સીટો પર આગળ હતી, જ્યારે કોંગ્રેસ 6, ઇનેલો 1 અને જેજેપીએ 3 સીટો પર બઢત બનાવી હતી. 

સવારે 8.20 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 24, કોંગ્રેસ 6, જેજેપી 2, ઇનેલો 1 સીટ પર આગળ હતી. 

સવારે 8.10 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 17, કોંગ્રેસ 4, જેજેપી 2, ઇનેલો 1 સીટ પર આગળ હતી. 

સવારે 8.10 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 8, કોંગ્રેસ 1, જેજેપી 1 સીટ પર આગળ ચાલી રહી હતી. 

સવારે 8.05 વાગે જ પ્રથમ ટ્રેન્ડ ભાજપના પક્ષમાં આવ્યો. 

21 ઓક્ટોબરથી હરિયાણા વિધાનસભાના 90 સભ્યોના પરિણામ માટે ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીનો (ઇવીએમ)માં ગરબડી અને કેટલાક સ્થળો પર સામાન્ય મારામારી વચ્ચે 1.83 કરોડથી વધુ મતદારોમાંથી 62 ટકાએ મતદાન કર્યું હતું. હરિયાણામાં લગભગ 62 ટકા મતદાન થયું હતું. 

હરિયાણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આકરો મુકાબલો: એક્ઝિટ પોલ
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને વિભિન્ન ન્યૂઝ ચેનલ અને સર્વે એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં પરિણામ અલગ-અલગ આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મોટાભાગની સર્વે એજન્સીઓ સીધે-સીધી ભાજપને પ્રચંડ બહુમત મળવાનું અનુમાન લગાવી રહી છે, તો આજતક અને એક્સિસ માઇ ઇન્ડીયા દ્વારા એક્ઝિટ પોલ હરિયાણની મનોહર ખટ્ટર સરકાર માટે ખરાબ સંકેટ આપી રહ્યું છે. જો એક્ઝિટ પોલ સાચો સાબિત થાય તો હરિયાણામાં ત્રિશુંકુ વિધાનસભાની સ્થિતિ થશે. એવામાં ઇનેલો તૂટીને બનેલી દુષ્યંત ચૌટાલાની જનતા જનનાયક પાર્ટી (જેજેપી) કિંમમેકર બની શકે છે. આજતક એક્સિસ માઇ ઇન્ડીયના એક્ઝિટ પોલમાં ભાજપને કુલ 90માંથી 32-44 સીટો આપી છે. તો બીજી તરફ કોંગ્રેસને 30 થી 42 સીટો મળવાનું અનુમાન છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 47 સીટો મળી હતી, તો બીજી તરફ કોંગ્રેસને 15 સીટોથી સંતોષ માનવો પડયો હતો, જ્યારે ઇનેલોને 19, હરિયાણા જનહિત કોંગ્રેસને બે, અપક્ષ તથા અન્યને સાત સીટો મળી હતી. રાજ્યમાં ત્યારે મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપને બહુમતથી સરકાર બનાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news