હરિયાણામાં ભાજપ બહુમતથી દૂર, પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ આપ્યું રાજીનામું
તમને જણાવી દઇએ કે હરિયાણામાં ભાજપને લઇને તમાઅમ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ છ. ભાજપ બહુમતથી ખૂબ દૂર છે જ્યારે કોંગ્રેસે પોતાનું પ્રદર્શનમાં જોરદાર સુધારો કર્યો છે. હાલ ભાજપ 40 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 31 સીટો પર આગળ છે.
Trending Photos
નવી દિલ્હી: હરિયાના વિધાનસભા ચૂંટણી (state assembly elections 2019) માટે વોટોની ગણતરી ચાલુ છે. ભાજપ ઉમેદવારો સારું પ્રદર્શન કરી શક્યા નથી. આ દરમિયાન હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા (Subhash Barala ) એ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના અનુસાર તેમણે પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ અમિત શાહ (Amit Shah) ને આપી દીધું છે. બરાલા પોતાને ટોહના સીટ પર પાછળ ચાલી રહ્યા છે. તે જેજેપીના ઉમેદવાર દેવેંદ્વ સિંહ 22 વોટોથી પાછળ ચાલી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે હરિયાણામાં ભાજપને લઇને તમાઅમ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ છ. ભાજપ બહુમતથી ખૂબ દૂર છે જ્યારે કોંગ્રેસે પોતાનું પ્રદર્શનમાં જોરદાર સુધારો કર્યો છે. હાલ ભાજપ 40 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 31 સીટો પર આગળ છે.
બીજી તરફ જેજેપીએ શાનદાર પ્રદર્શન કરી સૌને અચંબિત કરી ચૂક્યા છે. જેજેપી હાલ 11 સીટો પર આગળ ચાલી રહી છે. દુષ્યંત ચૌટાલા એ પણ કહી ચૂક્યા છે કે સત્તાની ચાવી તેમના હાથમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) દ્વારા સમર્થનને લઇને નજર મંડરાયેલી છે.
અમિત શાહે ખટ્ટરને દિલ્હી બોલાવ્યા
હરિયાણા વિધાનસભા ચૂંટણીની શરૂઆતના વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદર મુકાબલો ચાલતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના નિર્ધારિત કાર્યક્રમોને રદ કરતાં પાર્ટી દ્વારા પ્રદેશના મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહને આઇટીબીપીના એક કાર્યક્રમમાં સામેલ છે. અર્ધસૈનિક બળનો આ કાર્યક્રમ ગ્રેટર નોઇડામાં છે.
સમાચારોના અનુસાર અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં રણનિતી બનાવવા માટે મનોહર લાલ ખટ્ટરને પણ બોલાવવામાં આવ્યા છે. અમિત શાહે બપોરે ભાજપ કાર્યાલય પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે