Haryana Panchayat Poll Result: ગુજરાત, હિમાચલ પહેલા તો AAP એ આ રાજ્યમાં કરી નાખ્યો કમાલ, ભાજપ માટે ખતરાની ઘંટી!

ભાજપ, આમ આદમી પાર્ટી અને આઈએનએલડીના ઉમેદવારોએ રાજ્યમાં જિલ્લા પરિષદની અનેક બેઠકો પર કબજો જમાવ્યો. પીટીઆઈના જણાવ્યાં મુજબ એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જીતેલા તમામ ઉમેદવારોના નામનું નોટિફિકેશન 30 નવેમ્બર પહેલા રાજ્ય સરકારના ગેઝેટમાં બહાર પાડવામાં આવશે. 

Haryana Panchayat Poll Result: ગુજરાત, હિમાચલ પહેલા તો AAP એ આ રાજ્યમાં કરી નાખ્યો કમાલ, ભાજપ માટે ખતરાની ઘંટી!

Haryana Panchayat Election Result: હરિયાણામાં પંચાયત ચૂંટણીના પરિણામ રવિવાર બહાર પાડી દેવાયા. ભાજપ, આમ આદમી પાર્ટી અને આઈએનએલડીના ઉમેદવારોએ રાજ્યમાં જિલ્લા પરિષદની અનેક બેઠકો પર કબજો જમાવ્યો. પીટીઆઈના જણાવ્યાં મુજબ એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જીતેલા તમામ ઉમેદવારોના નામનું નોટિફિકેશન 30 નવેમ્બર પહેલા હરિયાણા સરકારના ગેઝેટમાં બહાર પાડવામાં આવશે. 

સત્તાધારી ભાજપે સાત જિલ્લા પરિષદની 102 બેઠકમાંથી 22 પર જીત મેળવી. પાર્ટી નેતાના જણાવ્યાં મુજબ આ જિલ્લાઓમાં યમુનાનગર, અંબાલા, ગુરુગ્રામ પણ સામેલ છે. પરંતુ પાર્ટીને પંચકૂલામાં જબરદસ્ત મોટો ઝટકો લાગ્યો. અહીં જિલ્લા પરિષદની 10 બેઠકો હારી ગઈ. 

AAP એ કર્યો કમાલ
સૌથી વધુ આમ આદમી પાર્ટીના પ્રદર્શને આ ચૂંટણીમાં બધાને ચોંકાવી દીધા. આમ આદમી પાર્ટીએ સિરસા, અંબાલા, યમુનાનગર અને જિંદ સહિત જિલ્લાઓમાં જિલ્લા પરિષદની 15 બેઠકો પર કબજો કર્યો. AAP જિલ્લા પરિષદની લગભગ 100 બઠકો પર ચૂંટણી લડી હતી. 

જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) જિલ્લા પરિષદની 72 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું. તેને 14 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસે પાર્ટી ચિન્હ પર ચૂંટણી લડી નહતી. રાજકીય પક્ષોએ એવો પણ દાવો કર્યો હતો કે જે ઉમેદવારોનું તેમણે સમર્થન કર્યું હતું તેમાંથી અનેકે જિલ્લા પરિષદની સીટો કબજે કરી છે. અનેક અપક્ષ ઉમેદવારોએ પણ જીત મેળવી છે. જે રાજકીય પક્ષો માટે મોટો ઝટકો છે. 

અભય ચૌટાલાના પુત્ર જીત્યા
ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો)ના નેતા અને એલનાબાદના વિધાયક અભય ચૌટાલાના પુત્ર કરણ ચૌટાલા સિરસામાં જિલ્લા પરિષદના વોર્ડ નંબર 6થી 600થી વધુ મતોથી જીત્યા. ચૂંટણી પરિણામો બાદ મીડિયા સાથે વાતચીતમાં કરણ ચૌટાલાએ જીત માટે મતદારોનો આભાર માન્યો. શાહબાદથી જેજેપી વિધાયક રામકરણ કલાના પુત્ર કંવરપાલે શાહબાજ જિલ્લા પરિષદના વોર્ડ નંબર એકથી જીત મેળવી છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

હારનારાઓમાં કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સિંહ સૈનીની પત્ની પણ સામેલ છે જેમને અંબાલા જિલ્લા પરિષદના વોર્ડ નંબર 4થી એક અપક્ષ ઉમેદવારે હરાવ્યા. હરિયાણામાં 143 પંચાયત સમિતિઓ અને 22 જિલ્લા પરિષદો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. હરિયાણામાં 22 જિલ્લા પરિષદ છે. જેમાં 411 સભ્યો છે. આ સભ્યો 22 જિલ્લા પરિષદના અધ્યક્ષોની પસંદગી કરશે. રાજ્યમાં 143 પંચાયત સમિતિઓ છે, જેમા 3081 સભ્ય છે જે આગળ જઈને પોતાના અધ્યક્ષોની પસંદગી કરશે. 

(ઈનપુટ-પીટીઆઈ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news