જો ગાડી ખરીદવાનો પ્લાન હોય તો વાંચી લેજો આ સમાચાર, Electric વાહનોની કિંમતને લઇને કેન્દ્રીયમંત્રીએ કહી આ વાત

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની બરાબર હશે. નિતિન ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલ્ના બદલે પાક અવશેષોથી ઇથનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. 

જો ગાડી ખરીદવાનો પ્લાન હોય તો વાંચી લેજો આ સમાચાર, Electric વાહનોની કિંમતને લઇને કેન્દ્રીયમંત્રીએ કહી આ વાત

Nitin Gadkari On Electric Vehicle: રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની બરાબર હશે. નિતિન ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલ્ના બદલે પાક અવશેષોથી ઇથનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. 

તેમણે એક સમાચાર ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે હું પ્રયત્ન કરી રહ્યો છું કે દેશમાં એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની પડતર બરાબર હોય. તેનાથી પેટ્રોલ ડીઝલ પર ખર્ચ થનાર વિદેશી મુદ્રાને બચાવી શકાય. 

ઘણી મોંઘી છે ઇલેક્ટ્રિક ગાડીઓ
હાલમાં બેટરીની ઉંચી પડતર કિંમતના કારણે ઇલેક્ટ્રિક વાહનો મોંઘા છે. તેની ભાગીદારી વાહન કિંઅમ્તમાં 35 થી 40 ટકા છે. મંત્રીએ એ પણ કહ્યું કે સરકાર વ્યાપક સ્તર પર હરિત ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે. 

તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરૂવારે એક જાહેરાત કરી હતી કે જો કોઇ વ્યક્તિ રસ્તા વચ્ચે ઉભેલા વાહનનો ફોટો મોકલે છે, તો તેને 500 રૂપિયાનું ઇનામ મળશે. સરકાર જલદી જ તેના પર એક કાયદો લાવવા જઇ રહે છે. તો બીજી તરફ રોંગ પાર્કિંગ કરનાર વાહન માલિકને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. નિતિન ગડકરીએ ગુરૂવારે આ જાણકારી આપી હતી. 

નિતિન ગડકરીએ કહ્યું કે 'હું એક કાયદો લાવવનો છું કે રોડ જે વાહન ઉભા રહેશે, તેના પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો બીજી તરફ ખોટી રીતે ઉભા કરેલા વાહનનો ફોટો મોકલનારને તેમાંથી 500 રૂપિયા આપવામાં આવશે. મંત્રી આ વાત પર નારાજગી વ્યક્ત કરી કે લોકો પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરતા નથી. 

તેમણે કહ્યું તેના બદલે તે લોકો પોતાના વાહન રસ્તા પર ઉભા કરે છે. હળવા અંદાજમાં કહ્યું કે 'નાગપુરમાં મારા રસોયા પાસે બે સેકન્ડ હેન્ડ વાહન છે. આજે ચાર સભ્યોના પરિવાર પાસે છ કાર હોય છે. એવું લાગે છે કે દિલ્હીના લોકો ભાગ્યશાળી છે. અમે તેમના વાહન ઉભા કરવા માટે રસ્તો બનાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news