Video: પુત્રીના લગ્નમાં 'દિવંગત' પિતાએ આપી હાજરી, પુત્રીની આંખોમાંથી સરી પડ્યા હર્ષના આંસુ
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરીના લગ્ન થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે છોકરીના પિતાનું થોડા દિવસો પહેલાં કોરોનાથી મોત નિપજ્યું હતું. તો બીજી તરફ ભાઇએ બહેનના લગ્નમાં પિતાની ખોટને પૂરી કરવા માટે કંઇક એવું કામ કે કોઇ વિચારી પણ ન શકે.
Trending Photos
Hyderabad Viral Video: સોશિયલ મીડિયા પર મોટાભાગે ઘણા વિડીયો વાયરલ થતા રહે છે પરંતુ હાલમાં તેલંગાણાના વારંગલ શહેરનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે જે લોકોને ભાવૂક કરી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ભાઇએ પોતાની બહેનના લગ્નમાં એવી અનોખી ભેટ આપી કે તે તેની જીંદગીની સૌથી સુંદર અને યાદગાર પળ બની ગઇ છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરીના લગ્ન થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે છોકરીના પિતાનું થોડા દિવસો પહેલાં કોરોનાથી મોત નિપજ્યું હતું. તો બીજી તરફ ભાઇએ બહેનના લગ્નમાં પિતાની ખોટને પૂરી કરવા માટે કંઇક એવું કામ કે કોઇ વિચારી પણ ન શકે. જોકે બહેન સાંઇ વૈષ્ણવીને પોતાના લગ્નમાં પિતાની ખોટ સાલી રહી હતી. તેની આંખોમાં આંસૂ હતા. આ દરમિયાન એવું કંઇક થયું કે તે ખીલી ઉઠી. તેના ભાઇ અવુલા ફાણી તેના માટે એવી ભેટ લાવ્યો કે તેની આંખોમાં ખુશીના આંસૂ આવી ગયા. જોકે ફાણીએ પોતાની બહેનના લગ્નમાં પોતાની કમીને દૂર કરવા માટે તેમનું મીણનું સ્ટેચ્યૂ બનાવ્યું અને લગ્નના દિવસે દુલ્હન બનેલી પિતાના વેક્સ સ્ટેચ્યૂ ભેટમાં આપ્યું.
તો બીજી તરફ પિતાનું મીણનું પૂતળું સામે જોઇ દુલ્હન પહેલાં તો આશ્વર્ય પામી અને પછી તે ભાવુક થઇ ઉઠી. તેણે વારંવાર પોતાના પિતાના વેક્સ ટેચ્યૂને ચુંબન કર્યું. પુત્રીનો પિતા માટે આ પ્રેમ જોઇને સોશિયલ યૂઝર્સને પણ ભાવુક કરી ગયો. તો બીજી તરફ લગ્નમાં સામેલ થયેલા મહેમાન પણ ભાઇ દ્વારા બહેનને પિતાની મીણની મૂર્તિ ભેટ કરીને આશ્વર્ય પામી ગયા.
એક ઇન્ટરવ્યું દરમિયાન ફાણીએ જણાવ્યું કે તેમને પિતાનું મીણનું સ્ટેચ્યૂ બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો. ફાણીએ જણાવ્યું કે તે અમેરિકામાં રહે છે. તેમના પિતાનું થોડા સમય પહેલાં કોરોનાથી મોત થઇ ગયું હતું. તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. ફાણીએ જણાવ્યું કે તેમની માતા અને દિવંગત પિતા બીએસએનએલમાં કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે પિતાનું મીણનું સ્ટેચ્યૂ તેમણે કર્ણાટકમાં બનાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે